News of Sunday, 5th October 2025
લાંચિયો સબ રજિસ્ટ્રાર રૂ. ર,૩૦,૦૦૦ની લાંચ લેતા ACBના ઝપટે ચડ્યો
અડાજણ રજીસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધ્યા બાદ દસ્તાવેજમાં વાંધો નહીં કાઢવાના ઓર્ડર પેટે 3 લાખની માગણી કરી હતી જેને ACB રંગે હાથે પડી લીધો હતો

સુરત: સુરતમાંથી ભ્રષ્ટાચારનો કેસ સામે આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારના સબ રજીસ્ટ્રાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. મળતી માહિતી પ્રમાણે, અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ACBએ ટ્રેપ કરીને સબ રજીસ્ટ્રાર મહેશકુમાર પરમાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે આ જાળ બિછાવીને 2 લાખ 50 હજાર રૂપિયાની લાંચ સાથે રજીસ્ટ્રારને પકડી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી વકીલના અસીલે ખેતીની જમીન ખરીદવા માટે સબ રજિસ્ટ્રેશન કચેરીમાં નોંધણી કરી હતી. અડાજણ રજીસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધ્યા બાદ દસ્તાવેજમાં વાંધો નહીં કાઢવાના ઓર્ડર પેટે 3 લાખની માગણી કરાઈ હતી. ફરિયાદીના અસીલ દ્વારા ખેતીની જમીન ખરીદવામાં આવી હતી. નિયમ અનુસાર જમીનના દસ્તાવેજની નોંધણી પણ કરાવવામાં આવી હતી.
દસ્તાવેજમાં કોઈ વાંધો નહીં કાઢવા માટે સબ રજીસ્ટ્રાર મહેશકુમાર પરમારે ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી. ત્યારે લાંચની માંગણી બાદ ફરિયાદીએ સીધો એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. રજીસ્ટારે અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીએ ફરિયાદીને પૈસા લઈ બોલાવ્યો હતો.
ACBએ યોજના બનાવી અને જાળ બિછાવી. જયારે નક્કી થયા પ્રમાણે, ફરિયાદીને અડાજણ સબ રજીસ્ટ્રાર કચેરી પહોંચ્યો અને ત્યારે કચેરીમાં જ રજીસ્ટ્રાર મહેશકુમારે ફરિયાદી પાસેથી 2 લાખ 50 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી લીધી. ત્યારે ACBની ટીમે રજિસ્ટ્રાર મહેશ કુમારને લાંચ લેતાની સાથે ઝડપી પાડ્યો. લાંચ તરીકે લેવામાં આવેલા 2.50 લાખ રૂપિયા પણ ACBએ કબજે કર્યા છે. હાલ ACB દ્વારા મહેશકુમાર પરમાર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
