News of Sunday, 5th October 2025
મહેસાણાથી વિસનગર જતા માર્ગ અકસ્માતઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા યુવકોની વ્હારે
૧૦૮ ની વ્યવસ્થા કરી અને બીજા યુવકને પોતાની કારમાં પરીક્ષા સેન્ટર સુધી પહોંચ્યો

મહેસાણાઃ મહેસાણા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સંવેદનશીલતાના જોવા મળી હતી. મંત્રી ઋષિકેશ પટેલ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકોની વ્હારે આવ્યા હતા. આ ઘટના મહેસાણાથી વિસનગર જતા માર્ગ પર બની હતી, જ્યાં અકસ્માત થયો હતો.
માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા યુવક માટે મંત્રી ઋષિકેશ પટેલે તાત્કાલિક મદદ પૂરી પાડી હતી. સૌ પ્રથમ, તેમણે ઘાયલ યુવક માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. ત્યારબાદ, ઋષિકેશ પટેલે 108 મારફતે આ યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જેથી તેની સમયસર સારવાર થઈ શકે. મંત્રીએ સ્થળ પર હાજર રહીને યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
આ દરમિયાન, અકસ્માતમાં સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવકને પણ ઋષિકેશ પટેલે મદદ કરી હતી. આ યુવકને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં મદદની જરૂર હતી. મંત્રીએ માનવીય અભિગમ અપનાવ્યો અને યુવકને પોતાની કારમાં બેસાડીને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડ્યો હતો.
આમ, એક તરફ ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી તો બીજી તરફ સામાન્ય ઈજાગ્રસ્ત યુવકને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડીને ઋષિકેશ પટેલે એક જ બનાવમાં બે અલગ અલગ યુવકોને મદદ પૂરી પાડી હતી. મહેસાણામાં મંત્રીની આ પ્રકારની સંવેદનશીલતા જોવા મળી હતી.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
