News of Sunday, 5th October 2025
કારેલીબાગના અંબા માતાના મંદિરમાં થયેલી ચોરી મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપ્યા
દાનપેટી સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો:ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ

વડોદરા: કારેલીબાગના અંબા માતાના મંદિરમાં થયેલી ચોરી મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ચોર સકંજામાં આવ્યા છે. બે ચોર મંદિરમાંથી દાનપેટી ઉઠાવીને ફરાર થયા હતા. દાનપેટી સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. મંદિરમાં ચોરીને અંજામ આપવામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. તો આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ થઈ છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
