News of Sunday, 5th October 2025
ચૂંટણી પહેલા રાજ્ય મોનિટરિંગ સેલની મોટી સફળતા : ખેડાના નડિયાદમાંથી ₹૭૮ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા અને મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝડપાયા : જુઓ વિડીયો
સાલોન ગામની ઈંટ ભઠ્ઠીના ખુલ્લા મેદાનમાંથી ₹૩૭.૫૬ લાખની કિંમતની ૧૭,૯૫૨ બોટલ - ટીનમાં દારૂ જપ્ત : ટેન્કર ડ્રાઈવર, જમીન માલિક સહિત પાંચની ધરપકડ : રાજસ્થાનથી દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધારો સહિત ૭ વોન્ટેડ

ખેડા : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે રાજ્ય મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સાલોન ગામ ખાતે મોટી રેડ પાડી છે. SMCએ વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ રોહિતની ઈંટ ભઠ્ઠીના ખુલ્લા મેદાનમાંથી ₹૭૮ લાખથી વધુનો જંગી દારૂનો જથ્થો, વાહનો અને રોકડ રકમ જપ્ત કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
દરોડા અને જપ્ત મુદ્દામાલની વિગતો:
SMCની ટીમે પ્રોહિબિશન કાયદાની કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૧૧ હેઠળ કાર્યવાહી કરી છે.
* સ્થળ: સાલોન ગામ, નડિયાદ, ખેડા (વિઠ્ઠલભાઈ રોહિતની ઈંટ ભઠ્ઠીનું ખુલ્લું મેદાન).
* વિદેશી દારૂ (IMFL) બોટલો/ટીન: ૧૭,૯૫૨ નંગ (કિંમત ₹૩૭,૫૬,૦૦૦/-)
* વાહનો (૫ નંગ): કિંમત ₹૪૦,૦૦,૦૦૦/-
* મોબાઈલ ફોન (૬ નંગ): કિંમત ₹૪૮,૦૦૦/-
* રોકડ રકમ: ₹૧,૩૦૦/-
* કુલ મુદ્દામાલ: ₹૭૮,૦૫,૩૦૦/-
ઝડપાયેલા આરોપીઓ (કુલ ૫):
૧. કરણ જયારૂપારામ રબારી: (રહે. ગાંધવ, બાડમેર, રાજસ્થાન) – ટેન્કરનો ડ્રાઈવર.
૨. જયદીપ અરવિંદભાઈ સોઢા: (રહે. પાલડી, નડિયાદ) – દારૂનો જથ્થો સ્વીકારનાર (Receiver).
૩. વિક્રમભાઈ બાબુભાઈ સોઢા: (રહે. પાલડી, નડિયાદ) – મજૂર.
૪. વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ રોહિત: (રહે. ચકલાસી, નડિયાદ) – જમીનનો માલિક.
૫. રમણભાઈ વાઘજીભાઈ વાઘેલા: (રહે. ચકલાસી, નડિયાદ) – મદદગાર.
વોન્ટેડ આરોપીઓ:
પોલીસ દરોડા દરમિયાન ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ભાગી છૂટ્યા હતા, તેમજ આ કેસમાં સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. વોન્ટેડમાં મુખ્યત્વે અરવિંદભાઈ અંદર સિંહ સોઢા અને જયેશભાઈ અરવિંદભાઈ સોલંકી (બંને પાલડી, નડિયાદ)નો સમાવેશ થાય છે, જેમણે રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર અનિલ જગદીશ પ્રસાદ જાટ (પાંડ્યા) (રાજસ્થાન) અને ટેન્કરના સહ-ડ્રાઈવર દુર્ગારામ હરમાનારામ જાટ (રાજસ્થાન)નો પણ વોન્ટેડની યાદીમાં સમાવેશ થાય છે.
SMCના પીઆઇ સી.એચ. પાનારાના નેતૃત્વમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓને વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
