News of Sunday, 5th October 2025
ગુજરાતમાં દારૂ ઘુસાડવા નવતર પ્રયોગ : SMCએ 15 મોપેડ સાથે 25 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો
પોલીસને શંકા ન જાય તે માટે સ્કૂટીઓ પર વિદેશી બ્રાન્ડ્સના દારૂની ખેપ :15 આરોપીઓને ધરપકડ જ્યારે 3 અન્ય ફરાર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોલીયારી ગામ પાસે નર્મદા કેનાલના કિનારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરી છે. જેમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસેડાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આશરે 15 સ્કૂટીઓ પર લઈ જવાતા આ દારૂની કિંમત 25.66 લાખથી વધુની છે, જેમાં દારૂ ઉપરાંત સ્કૂટીઓ પણ સામેલ છે. 15 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 અન્ય ફરાર છે. આ કાર્યવાહીએ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા પર અનેક સવાલો ઉભા કર્યા છે
SMCની ગુપ્ત માહિતી પર આધારિત ટીમે નર્મદા કેનાલના કિનારે અવર-જવર કરતી વખતે 15 સ્કૂટીઓની પકડી પડવામાં આવી છે. પોલીસને શંકા ન જાય તે માટે સ્કૂટીઓ પર વિદેશી બ્રાન્ડ્સના દારૂની ખેપ મારવામાં આવી રહી હતી. પ્રાથમિક તપાસ અનુસાર, આ દારૂ મધ્યપ્રદેશના ઇન્દોર અને ભોપાલ વિસ્તારોમાંથી ખરીદીને નર્મદા કેનાલના માર્ગે ગુજરાતમાં ઘુસેડવામાં આવી રહ્યું હતુ. આ કાર્યવાહીએ દારૂબંધીના દાવાને મજાક બનાવી દીધી છે. આવા મોટા સ્ટોકને કેવી રીતે સરહદ પાર કરવામાં આવે છે, તેની તપાસ કરવી જરૂરી છે."
જપ્ત મુદ્દામાલમાં 500થી વધુ દારૂની બોટલ સહિત 15 સ્કૂટીઓ અને અન્ય સાધનો સામેલ છે, જેની કુલ કિંમત 25.66 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહીએ સ્થાનિક પોલીસ પર પણ તીખા સવાલો ઉભા કર્યા છે. બોડેલી અને કોલીયારી વિસ્તારમાં તાજેતરમાં અનેક દારૂ હેરાફેરીના કેસો નોંધાયા છે, પણ મોટી કાર્યવાહીનો અભાવ જોવા મળ્યો છેયાં હતી?
છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારોમાં દારૂની હેરાફેરી એક જૂની સમસ્યા છે, જે યુવાનોમાં વ્યસન અને અપરાધ વધારે છે. તાજેતરમાં ગુજરાતમાં અનેક આવી કાર્યવાહીઓ થઈ છે, પણ આ બુટલેગરોએ એક નવો જ કીમિયો અજમાવ્યો હતો. પરંતુ તે છતાં પણ SMCએ બુટલેગરોની પોલી ખોલીને મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડીને 15 લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તો આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને માલ મંગાવનારા સુધી પહોંચવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરી દીધા છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
