<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

સાવધાન...ગુજરાતમાંથી એકલા રમતા બાળકોના અપહરણ માટે અન્‍ય રાજ્‍યોની મહીલા ગેંગો એક્‍ટિવ થયેલ છે

સિનિયર અધિકારીઓના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્‍ચ અધિકારીઓ દ્વારા ચાલતી પૂછપરછમાં બાળક સાથે આસામ રાજ્‍યમાં નાશી છૂટે તે પહેલા ઝડપાયેલ સુરેખા દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં બાળકના અપહરણ માટે પ્રયત્‍ન કર્યાનો ઘટસ્‍ફોટ અમીર ગરીબ નહિ, માનવ ધર્મ સહુથી શ્રેષ્ઠ.. સુરત સીપી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમા જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍તડીસીપી ભાવેશ રોજીયાના નેતળત્‍વમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુભા જાડેજા અને pi જીતેન્‍દ્ર ગિરી ગોસ્‍વામી ટીમે પુરવાર કરતા સીપી આફ્રિન ફૂટપાથ ઉપર રહી મજૂરી કામ કરતા બાળકનું સુરતમાં અપહરણ થતા સાઉથ ગુજરાત અને મુંબઈ સુધી ક્રાઇમ બ્રાન્‍ચના ૭ અધિકારીઓ અને ૭૦ પોલીસ સ્‍ટાફને સીપીએ મેદાને ઉતાર્યો.. ક્રાઇમ બ્રાન્‍ચે વધુ એક વખત કાબેલિયત પુરવાર કરતા, અભિનંદનવર્ષા

રાજકોટ, તા.૮:  ગુજરાતના વિવિધ ભાગોમાંથી માસૂમ બાળકોની ચોરી કરતી ગેંગ અસ્‍તિત્‍વમાં આવી હોવાનું સુરતમાં ૪ વર્ષના બાળકનું અપહરણ કરનાર સુરેખા નાયકા નામની મહિલા અપહરણકારની ક્રાઇમ બ્રાન્‍ચના સિનિયર અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ક્રાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરો અને તેમની ટીમ દ્વારા થયેલ પૂછપરછમાં ઘટસ્‍ફોટ થયો છે.

સુરતના ચોક બજાર વિસ્‍તારમાં રહી મજૂરી કામ કરતા, અને ફૂટપાથ પર રહેતા શાહીદા અકબર સાહિસ્‍તેના ૪ વર્ષનો માસૂમ પુત્ર સુતો હતો તેને એકલો મૂકીને ચાલ્‍યા ગયેલ. પરત આવી જોયું ત્‍યારે પુત્ર ન મળતા આસપાસ ખૂબ તપાસ કરી પરંતુ કોઈ પત્તો લાગ્‍યો નહીં, લાલગેટ પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ થયો.             

આ વાત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુધી પોહચી, માનવીય અભિગમ ધરાવતા આ અધિકારીએ જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍ત અને ડીસીપી ભાવેશ રોજીયા સાથે ચર્ચા કરી જેની નથી કોઈ વગ, કે નથી કોઈ મિલકત તેમના માટે બે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુબા જાડેજા અને જીતેન્‍દ્રગિરી ગોસ્‍વામીના નેતળત્‍વમાં કાફલો વડોદરા સુધી રવાના કર્યો, વિશાળ નેટ વર્ક ધરાવતા ડીસીપી ભાવેશ રોજીયા સતત મોનીટરીંગ કરી માર્ગદર્શન આપવા સાથે પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત્‍ને અપડેટ આપતા હતા.

મજકુર મહીલા આરોપીની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, પોતે ગઈ તા.૨૬/૦૯/૨૦૨૫ ના રોજ વલસાડ ખાતેથી નિકળેલ અને વડોદરા, હાલોલ, પાવાગઢ ખાતે ગયેલ ત્‍યાં પણ તેણે બાળકને અપહરણ કરવાના પ્રયત્‍ન કરેલ પરંતુ તેને કોઈ સફળતા મળેલ નહી જેથી તેણી સુરત આવેલ અને રવિવારી બજારમાં તેમજ ફુટપાથ ઉપર આંટાફેરા મારતી હતી દરમ્‍યાન ફુટપાથ ઉપર એક નાનો છોકરો સુતેલ હતો અને તેની આજુબાજુમાં કોઈ ન દેખાતા આ સુતેલા બાળકનું અપહરણ કરી સુરત રેલ્‍વે સ્‍ટેશનથી ટ્રેન માધ્‍યમ થી પોતાના ગામ ચાલી ગયેલ હતી. વિગેરે મતલબની કબુલાત કરેલ છે.

ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા અમીર ગરીબના ભેદભાવ વગર ૭ અધિકારીઓ અને ૫૦ જેટલા ચુનંદા જવાનોનો સ્‍ટાફ કામે લગાડી નવસારી, બીલીમોરા, અંકવાડા, મુંબઈ, અંકલેશ્વર, ભરૂચ સુધી બાળક સહીસલામત મળે તે માટે ટીમો ટેકનિકલ સર્વેલન્‍સ આધારે દોડાવી આખરે  એકસ્ત્રી એક બાળક સાથે નજરે પાડતાં પોલીસે તેનું ગામ અને ઓળખ મેળવી વલસાડના લીલાપુર ગામેથી સુરેખા નામનીસ્ત્રી આસામ નાશી છૂટે તે પહેલાં  તેની ધરપકડ કરી બાળકનો સહી સલામત કબ્‍જજો મેળવી ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા આતુરતાપૂર્વક આ સમાચારની રાહ જોતા સીપીને જાણ કરતા ક્રાઇમ બ્રાન્‍ચની જહેમત અને કાબેલિયત પર વધુ એક વખત આફ્રિન પોકારી ઉઠેલ.(૨૩.૧૮)

(2:37 PM IST)