<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

અમદાવાદ શહેર પોલીસમાં મોટાપાયે ફેરફાર: વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલી

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બદલીનાં આદેશ: પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, લોકરક્ષક દળ વર્ગના પોલીસકર્મીની બદલી: દિવાળી પહેલા એક સાથે 744 પોલીસ કર્મીની બદલીનો હુકમ

દિવાળી પૂર્વે અમદાવાદ પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. એક સાથે 744 પોલીસકર્મીની બદલીનો હુકમ કરાયો હોવાની મહિતી છે. 

અમદાવાદ શહેર પોલીસમાં મહત્ત્વનાં ફેરફાર કરાયા છે. માહિતી અનુસાર, અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 744 પોલીસકર્મીની બદલીનો હુકમ કરાયો હોવાની વિગત સામે આવી છે. આ આદેશ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, લોકરક્ષક દળ વર્ગનાં પોલીસકર્મીની બદલી કરાઈ હોવાની માહિતી છે.

 


 

(9:37 PM IST)