News of Monday, 6th October 2025
SOGએ ૧૦ લાખના ડ્રગ્સ સાથે ૨ આરોપીની કરી ધરપકડ
આરોપી વિરૃદ્ધ ૪૪ જેટલા ગુના નોંધાયેલાઃછેલ્લા ૧૦ વર્ષમાં આરોપીએ મોબાઈલ ચોરી સહિત ૪૪ જેટલા ગુના આચર્યા છે

અમદાવાદ, તા.૬
અમદાવાદ એસઓજીએ ૧૦ લાખના એમડી ડ્રગ્સ સાથે ૨ આરોપીની ધરપકડ કરી લીધી છે. મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવી આરોપીઓ નશાનો શોખ પૂરો કરતા હતા. મહત્વનું છે કે આરોપી નશો કરવા માટે મોબાઈલ ચોરી કરતો હતો અને તે વેચી નશો કરતો હતો. આરોપી વિરુદ્ધ અમદાવાદમાં મોબાઈલ ચોરી સહિત ૪૪ જેટલા ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં રહેલા ૨ આરોપી ચિરાગ અલી શેખ અને એજાઝમીયા અરબની ધરપકડ ૧૦ લાખના ડ્રગ્સ સાથે કરવામાં આવી છે. બંને આરોપી ડ્રગ્સ લેવા માટે અમદાવાદથી મધ્યપ્રદેશના મનસૂર ખાતે ગયા હતા. જ્યાંથી ડ્રગ્સ લઈ પરત આવતા પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે જ પોલીસે બંનેની બસમાંથી જ ધરપકડ કરી લીધી છે. કોઈને શંકા ન જાય તે માટે આરોપી ચિરાગ અલી તેની સાથે પોતાની પ્રેમિકાને પણ લઈ ગયો હતો. જો કે પ્રેમિકા ડ્રગ્સ લઈને પરત આવવાનું છે તે વાતથી અજાણ હતી. મધ્યપ્રદેશથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહેલા આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે ચિરાગ અલી છેલ્લા ૧૦ વર્ષથી ડ્રગ્સનો બંધાણી છે અને નશો પૂરો કરવા કોઈપણ ગુનાને અંજામ આપી શકે તેમ છે. છેલ્લા ૧૦ વર્ષમાં આરોપીએ મોબાઈલ ચોરી સહિત ૪૪ જેટલા ગુના આચર્યા છે.
પરંતુ આ ગુના કરવા પાછળનું કારણ નશાનું સેવન હોવાનું સામે આવ્યું છે.
એટલે કે જ્યારે પણ આરોપીને નશો કરવો હોય ત્યારે મોબાઈલ ચોરી કરતો અને તેને વેચીને રૃપિયા લઈને નશો કરી લેતો હતો. મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવવા અંગે તપાસ કરતા મધ્યપ્રદેશના મનસુર ખાતે ઈમરાન નામનો એક ડ્રગ ડીલર જોડાયો હોવાનું સામે આવ્યું છે. જેણે રઈશ નામના વ્યક્તિને ડ્રગ્સ સપ્લાય કરવા બસ સ્ટેન્ડ મોકલ્યા હતા. જ્યાંથી ઝડપાયેલા બંને આરોપી ડ્રગ્સ લઈ અમદાવાદ આવતા હતા. તે સમયે તેમને ઝડપી લેવામાં આવ્યા, જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
