<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

સુરતમાં BRTS બસમાં સવારી કરનારા પેસેન્જરમાં છેલ્લા ૧ વર્ષમાં મોટો ઘટાડો નોંધાયો

પેસેન્જર હવે ઓટો રીક્ષામાં જવા લાગ્યાઃખાડાઓના કારણે તથા છેલ્લા એક વર્ષમાં નવા ટ્રાફિક સિગ્નનલના કારણે પણ ભારે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે

સુરત, તા.૬

સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને BRTS બસના પેસેન્જરમાં છેલ્લા એક વર્ષમાં ૫૦,૦૦૦ જેટલા પેસેન્જરનો ઘટાડો નોંધાયો છે. તેના પાછળનું મુખ્ય કારણ શહેરમાં મેટ્રોની કામગીરી, બ્રિજની કામગીરી, રસ્તાઓ ઉપર ખાડાઓના કારણે તથા છેલ્લા ૧ વર્ષમાં નવા ટ્રાફિક સિગ્નનલના કારણે પણ ભારે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે. જેની સીધી અસર પાલિકા સંચાલિત સીટી અને BRTS બસો ઉપર થઈ રહી છે. જેને કારણે બસ રાબેતા મુજબ કરતા ૩૦થી ૪૦ મિનિટ મોડી થઈ રહી છે, જેથી બસમાં પેસેન્જરો ઘટ્યા હોવાની વાત સામે આવી છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને BRTS બસના છેલ્લા એક વર્ષમાં ૫૦,૦૦૦ જેટલા પેસેન્જરમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે આ બાબતે સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિ ચેરમેન સોમનાથ મરાઠે જણાવ્યું કે સુરત શહેરમાં આજની તારીખમાં બધે જ ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ જોવા મળી રહી છે. જેને કારણે અમારી રાબેતા મુજબ ચાલતી સીટી અને BRTS બસો ૩૦થી ૪૦ મિનિટ મોડી થઈ રહી છે અને બસમાં પેસેન્જરો ઘટી રહ્યા છે. તેના પાછળનું કારણ જોવા જઈએ તો શહેરમાં મેટ્રોની કામગીરી, બ્રિજની કામગીરી, રસ્તાઓ ઉપર ખાડાઓના કારણે તથા છેલ્લા એક વર્ષમાં નવા ટ્રાફિક સિગ્નનલના કારણે પણ ભારે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે.તેના કારણે કેટલાક બસોના રૃટ પણ બદલવામાં આવ્યા છે. કેટલીક બસો સીધે સીધી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચતી હતી, પરંતુ હવે તે બસો અન્ય સ્થાનો ઉપરથી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી રહી છે, જેથી પહેલાના રૃટમાં જે સ્ટોપેજ હતી, ત્યાં કેટલાક પેસેન્જર ઉતરી જતા હતા, તે પેસેન્જર હવે ઓટો રીક્ષામાં જવા લાગ્યા છે. આવા શહેરમાં કુલ ૨૨ સ્થળો છે, જ્યાં તમે આવી તમામ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે. કેટલાક પેસેન્જરને વહેલા પહોંચવાનું હોય પરંતુ ટ્રાફિકના કારણે પહોંચી શકતો નથી અંતે તે પેસેન્જર બસની જગ્યાએ ઓટોરિક્ષામાં જઈ રહ્યો છે.તે સાથે ટ્રાફિક જામના કારણે કેટલાક વાહનો BRTS લેનમાં પણ ચલાવતા જોવા મળે છે, તેઓને પૂછે છે ત્યારે તેઓ જવાબ આપે છે કે તમે પહેલા ટ્રાફિકની સમસ્યા દૂર કરો તો અમે BRTS લેનમાં નહીં જઈએ આવા અનેક પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. તે સાથે હાલ શહેરમાં પાલિકા સંચાલિત બસોની સંખ્યામાં પણ અછત છે તો તે બસો માર્ચ એપ્રિલ સુધીમાં આવશે. આવી ઘણી બધી સમસ્યાઓને કારણે સીટી અને BRTS બસના છેલ્લા એક વર્ષમાં ૫૦,૦૦૦ જેટલા પેસેન્જરમાં ઘટાડો નોંધાયો છે.

 

(10:57 PM IST)