News of Tuesday, 7th October 2025
સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે માહિતી આયોગ સેતુરૂપ : હર્ષ સંઘવી
માહિતી અધિકાર સપ્તાહની ઉજવણીનો ગૃહમંત્રીની હાજરીમાં પ્રારંભ આયોગ દ્વારા માત્ર ૬૦ થી ૯૦ દિવસમાં અપીલનો નિર્ણય : સુભાષ સોની

રાજકોટ, તા. ૭ : કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે તા.૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. NFSU કેમ્પસ- ગાંધીનગર ખાતે આયોજિત આ ઉજવણીમાં રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત માહિતી આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાત માહિતી આયોગ એ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે. માહિતી આયોગની ટીમે ય્વ્ત્ના ક્ષેત્રમાં રાજ્યના નાગરિકોનાં હિતમાં અનેક એવા નિર્ણયો લીધા છે જેના પરિણામે આજે ગુજરાત RTIના પારદર્શક અને ઝડપી ઉકેલ લાવવામાં અગ્રીમ હરોળનુ રાજ્ય બન્યું છે.
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સ્વ. અટલ બિહારી બાજપેયીના સમયમાં નાગરિકોને સાચી માહિતી મળી રહે તે માટે, આ RTI Act -૨૦૦૫ બનાવવામાં આવ્યો હતો. કાયદો જ્યારે બને છે ત્યારે તેનો ગેરલાભ ઉઠાવવા અને કેટલાક નાગરિકો તેને આવકનો સાધન બનાવવાનો પ્રયત્નો કરતા હોય છે. ૫૦૦-૧૦૦૦ કિ.મી દૂરથી કેટલાક ગુનાહિત પ્રવળત્તિ કરતા આર.ટી.આઈ એક્ટવિસ્ટો ઉદ્યોગકારોને RTIના નામે હેરાન કરતા હોય છે. આ પ્રકારની ટોળકીઓનુ દેશમાં એક નેટવર્ક છે. આ નેટવર્કને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર બધા વિભાગો સાથે સંકલનમાં રહીને અગ્રેસર કામગીરી કરી રહી છે.
વધુમાં સંઘવીએ ઉમેર્યું હતું કે, ગુજરાત એવું પહેલું રાજ્ય હશે જ્યાં વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સોની યાદી બનાવવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. RTIના નામનો ઉપયોગ કરીને આવા એજન્ટોને પ્રતિબંધિત કરવાનું કામ ગુજરાત માહિતી આયોગે કર્યું છે આ ઉત્તમ કામગીરી કરવા બદલ હું ગુજરાત માહિતી આયોગની ટીમને અભિનંદન પાઠવું છું.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોનીએ જણાવ્યું હતું કે, આર.ટી.આઈ સપ્તાહ અંતર્ગત આજે દેશ - દુનિયામાં કેટલાક નાગરિકો ગુજરાત માહિતી આયોગની સોશિયલ મીડિયા ચેનલોથી જોડાઈને આર.ટી.આઈ કાયદાની સમજણ લઇ રહ્યા છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અરજી મળવાથી તેના નિકાલની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. નાગરિકોને તેમના કેસની સુનાવણીની જાણ ઈમેલ અને ફોન કરીને કરવામાં આવે છે. આ પ્રકારની પારદર્શક કામગીરીથી દેશના અન્ય માહિતી આયોગ ગુજરાત પાસેથી પ્રેરણા લઇ રહ્યા છે.
વધુમાં સોનીએ ઉમેર્યું હતું કે, ગુજરાત માહિતી આયોગ દ્વારા ૧.૪૦ લાખથી વધુ અપીલનો નિકાલ કરવામાં આવ્યો છે. અત્યારે માત્ર ૧૨૦૦ અપીલ પેન્ડીંગ છે. આજે ગુજરાત માહિતી આયોગ દ્વારા માત્ર ૬૦-૯૦ દિવસમાં અપીલનો નિર્ણય કરવામાં આવે છે. આ ઝડપી અપીલનું નિર્ણય કરનાર ગુજરાત રાજ્ય માહિતી આયોગ પ્રથમ છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અધિનિયમની જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ નહિ કરતા જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીને સુધારણા તેમજ સમજણ માટે એક તક આપવામાં આવે છે. જો જરૂર જણાય તો તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે, આયોગ દ્વારા છેલ્લા પાંચ વર્ષોમાં ૫૦૦ જેટલા કેસોમાં જાહેર માહિતી અધિકારીઓને રૂ.૪૨ લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે રાજ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ ઐયર, મનોજભાઈ પટેલ, નિખિલભાઈ ભટ્ટ, વિપુલ રાવલ, ભરત ગણાત્રા સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિક સંગઠનના પ્રતિનિધિશ્રીઓ તેમજ વર્ચ્યૂઅલ માધ્યમથી વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પણ જોડાયા હતાં. (૯.ર૧)
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
