News of Tuesday, 7th October 2025
સુરતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ: ભેસ્તાન પોલીસે 2.33 લાખ રૂપિયાના MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો
આરોપી યાસીન શેખ ટેલરીંગનો ધંધો કરતો હતો અને ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં પણ સંડોવાયેલો હતો

સુરતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભેસ્તાન પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં સફળતા મેળવી છે. પોલીસે 2.33 લાખ રૂપિયાના MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.પોલીસે યાસીન સલમાન શેખ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે કુલ 23.360 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે.ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 2 લાખ 33 હજાર રૂપિયા છે..પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી યાસીન શેખ ટેલરીંગનો ધંધો કરતો હતો અને ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં પણ સંડોવાયેલો હતો
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
