<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું: ગિરિમથક સાપુતારા વાદળોથી ઘેરાયેલું

લીલાછમ પર્વતોની હારમાળા પર સફેદ વાદળોનું આવરણ અદભૂત નજારો: સમગ્ર ડાંગ પંથકમાં વરસાદી હેલીએ પ્રવાસીઓ અને સ્થાનિકોના મનમાં ઉત્સાહ જગાવ્યો

ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદે પ્રકૃતિને નવું રૂપ આપ્યું છે, જેના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગિરિમથક સાપુતારા વાદળોથી ઘેરાયેલું દેખાય છે, જ્યાં ટેબલ પોઇન્ટ અને સનરાઈઝ પોઇન્ટ પરથી મનમોહક દ્રશ્યો જોવા મળે છે. લીલાછમ પર્વતોની હારમાળા પર સફેદ વાદળોનું આવરણ અદભૂત નજારો સર્જી રહ્યું છે. સમગ્ર ડાંગ પંથકમાં વરસાદી હેલીએ પ્રવાસીઓ અને સ્થાનિકોના મનમાં ઉત્સાહ જગાવ્યો છે. આ નૈસર્ગિક સૌંદર્ય ડાંગની અનોખી ઓળખને વધુ ઉજાગર કરે છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(12:03 AM IST)