<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

મુખ્‍ય સચિવ પંકજ જોષી ૩૧મીએ નિવૃત થાય છે, કાર્યકાળ વધવા અંગે અનિશ્ચિતતા

અનુગામી તરીકે શ્રીનિવાસ અથવા સુનયના તોમરનું નામ

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૮: રાજય સરકારમાં આજની સ્‍થિતિએ આઇ.એ.એસ., આઇ.પી.એસ, આઇ.એફ.એસ. અધિકારીઓમાં દબદબો ચાલી રહ્યો છે.

રાજય સરકારમાં ર૦રપની સ્‍થિતિએ આઇ.એ.એસ. અધિકારીઓની સંખ્‍યા કુલ ર૬૯ની છે.

રાજયના મુખ્‍ય સચિવશ્રી પંકજકુમાર જોષી આ માસના અંતમાં નિવૃત્ત થઇ રહ્યા છે. હવે એ જોવાનું રહ્યું કે તેમને એકસ્‍ટેશન આપવામાં આવે છે કે નહિં. તેમના નિવૃત બાદ સિનિયોરીટી મુજબ સિનિયર આઇ.એ.એસ. અને હાલ દિલ્‍હી ખાતે મિનિસ્‍ટરી ઓફ હાઉસીંગ અને અર્બન અર્ફેસમાં સેવાઓ આપી રહ્યા છે તેમનો ક્રમ આવે છે.

શ્રીનિવાસ અનિચ્‍છા દર્શાવે તો સિનિયર આઇ.એ.એસ. સુનયના તોમરનો ક્રમ આવે છે. શ્રી નિવાસ વર્ષ ર૦ર૭ના જુલાઇ માસમાં નિવૃત થાય છે.

આમ જોઇએ તો હવે ૩૦ જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ અને ર૩૦ જુનિયર આઇ.એસ. અધિકારીઓ છે. 

(12:42 PM IST)