News of Wednesday, 8th October 2025
અમદાવાદમાં 332 શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી: માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી
શાળાઓએ યુ-ડાયસ પોર્ટલ પર 64,000 વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવી નથી: ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ અને સરકારી યોજનાઓના લાભો પર અસર થવાની સંભાવના

અમદાવાદમાં 332 શાળાઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આ શાળાઓએ યુ-ડાયસ પોર્ટલ પર 64,000 વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવી નથી, જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં 332 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ શાળાઓએ યુ-ડાયસ પોર્ટલ પર 64,000 વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવી નથી, જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. શાળાઓને વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે 15 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ ફરજિયાત નિયમનું પાલન કર્યું નથી. DEOએ આ નિયમનો ભંગ કરનાર શાળાઓને માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. એટલું જ નહીં, આ શાળાઓના પ્રિન્સિપાલને તાત્કાલિક શિક્ષણ અધિકારી સમક્ષ ખુલાસો રજૂ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ અને સરકારી યોજનાઓના લાભો પર અસર થવાની સંભાવના છે.
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, યુ-ડાયસ પોર્ટલ પર દર વર્ષે તમામ શાળાઓએ ડેટા એન્ટ્રી કરવાની હોય છે, એમા શાળા-શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રોફાઇલ હોય છે. તે રીતે તમામ એજે પ્રોફાઇલમાં એન્ટ્રી કરવાની હોય છે, તે 15/07/2025 સુધીમાં પૂર્ણ કરવાની હતી, તેમ છતા 332 શાળાઓએ ઉદાસીનતા દાખવી છે અને હજુ સુધી કાર્યવાહી પૂર્ણ કરી નથી. અમદાવાદમાં 332 શાળાઓને DEOની નોટિસ ફટકારવામાં આવી છે. આ શાળાઓને 15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. તેમણે આ ફરજિયાત નિયમનું પાલન ન કરતાં શાળાઓની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ શાળાઓના પ્રિન્સિપાલને શિક્ષણ અધિકારી સમક્ષ ખુલાસો રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
