<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

સુરતના પુણા વિસ્તારમાં એક બિલ્ડીંગમાં સિલિન્ડરમાં લિકેજ બાદ વિસ્ફોટ: ફાયર બિગ્રેડના 2 જવાનને ઇજા

ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી કરતા હતા એ દરમિયાન જ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો

સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં સિલિન્ડરમાં લિકેજ બાદ વિસ્ફોટ થયાની ઘટના બની છે. પુણા વિસ્તારના વિક્રમનગરમાં સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સિલિન્ડરના વિસ્ફોટથી દિવાલ તૂટી પડી હતી.

મળતી માહિતી અનુસાર સોસાયટીમાં ત્રીજા માળે સિલિન્ડરમાં વિસ્ફોટ થતા સ્થાનિક લોકો પણ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર પહોંચી આગ કાબુમાં લીધી હતી. જેમાં ફાયર બિગ્રેડના 2 જવાન ઈજાગ્રસ્ત થયા હતા.

વહેલી સવારે રસોઈ બનાવતા હતા. ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં લિકેજ થયા બાદ આગ લાગી હતી. આગ કાબૂમાં ન આવતા પરિવારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી કરતા હતા એ દરમિયાન જ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.જેના કારણે બે ફાયર બ્રિગેડના કર્મચારીને પણ ઈજા પહોંચી હતી.

(9:43 PM IST)