<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય ‘મંથન બેઠક’ યોજાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મંથન બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે: બેઠકમાં સહકારી સંસ્થાઓ અને APMCના રૂ. ૨૫૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને વિવિધ રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને 'આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫' પરના અહેવાલનું બેઠકમાં વિમોચન થશે:ગુજરાતમાં “કો-ઓપરેશન અમોંગ ધ કો-ઓપરેટીવ” પહેલની સફળતા અંગે વિશેષ પ્રસ્તુતિ રજૂ કરાશે: મહાત્મા મંદિર ખાતે દેશની ૨૦થી વધુ અગ્રણી સહકારી સંસ્થાઓ દ્વારા પ્રદર્શની રજૂ કરાશે; કેન્દ્રીય સહકારિતા મંત્રી પ્રદર્શનીનો શુભારંભ કરાવશે: મંત્રી જીતુભાઇ વાઘાણી 7:02 PM IST

ભારતીય શાહી ફોટોગ્રાફર રમેશભાઇ શુક્‍લનો જીવનદીપ બુઝાયો : રમેશભાઇ શુક્‍લ આપણી વચ્‍ચે નથી પણ તેઓ તેમની તસવીરોથી કાયમ આપણા હ્રદયમાં જીવંત રહેશેઃ માત્ર ૨૦ વર્ષની ઉંમરે મુંબઈથી બોટ દ્વારા પાંચ દિવસની દુબઇ સુધી કઠિન મુસાફરી કરી હતીઃ પરિવાર સાથે દુબઇ પહોંચ્‍યા પછી ત્‍યાં એક સ્‍ટુડિયો સ્‍થાપ્‍યો જેનું નામ ‘નીલ કમલ' હતું: રમેશભાઇ ઘણા વિશ્વ નેતાઓને મળ્‍યા હતા અને ફોટોગ્રાફી કરી હતીઃ ૭૦ અને ૮૦ ના દાયકા દરમિયાન લેવામાં આવેલી ૨,૦૦૦થી વધુ ફિલ્‍મોના રોલ તેમણે પ્રોસેસ પણ કર્યા નહોતાઃ દુબઈના મેટ્રો સ્‍ટેશનો, સંગ્રહાલયો, ઓફિસો, સ્‍ટેમ્‍પ્‍સ અને ચલણ પર પણ તેમણે લીધેલ તસવીરો આજે પણ જીવંત છે : તસ્‍વીરોમાં યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ને જીવંત રાખનાર રમેશભાઈ શુકલના નિધનથી ભારત અને યુએઈ બંને દેશોના કલા અને ઈતિહાસ જગતમાં શોકની લહેર ફરી વળી2:31 PM IST

યુએઈના ઈતિહાસને કેમેરામાં કંડારનાર જાણીતા ભારતીય ફોટોગ્રાફર રમેશ શુક્‍લનું ૮૭ વર્ષની વયે દુબઈમાં નિધન : ‘સ્‍પિરિટ ઓફ ધ યુનિયન' તસવીરના સર્જક અને ૫૦ દિરહામની નોટ પર જેમના ફોટાને સ્‍થાન મળ્‍યું તેવા ‘રોયલ ફોટોગ્રાફર'ની વિદાયઃ અબુ ધાબીના શાસકો સાથેના ગાઢ સંબંધો અને ઐતિહાસિક વારસાનો અંત : અકિલા પરિવાર સાથે આત્‍મિય નાતો અકિલા પરિવારે થોડા સમય પહેલા જ શ્રી રમેશભાઈ શુકલના જીવન-કવનને આવરી લેતો ૨ ફુલ પેઈજનો અહેવાલ પ્રસિધ્‍ધ કર્યો હતો. આ મહાન તસ્‍વીરકાર રમેશભાઈએ આ અહેવાલ વાંચી અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ટેલિફોનિક લાંબી વાતચીત કરી ખુબ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.10:00 AM IST

અનંત સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુના અતિ કૃપા પાત્ર સ્વ. કનુભાઈ કોટેચા (સાધના લોજ) ના પૌત્રને પરપૌત્રનું સંગીત જગતમાં ગૌરવવંતુ પ્રદાન : કનુભાઈ કોટેચા (સાધના લોજ): જલારામ જગ્‍યાના ગાદીપતી શ્રી ગીરધરરામ બાપા પણ શ્રી કનુભાઈને ખુબ જ હેત અને પ્રેમ પૂર્વક પરિવારના સભ્‍યની જેમ સાચવતા : હર્ષિવ કોટેચાએ માત્ર ૪ વર્ષની વયે ઈન્‍ડીયન આઈડલમાં પ્રવેશ મેળવેલ અને તેઓએ ૮ વર્ષની ઉંમરે પ્રદેશ કક્ષાએ શાષીય સંગીતમાં બીજું સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. : શ્રેય કોટેચાએ મુંબઈ જઈને સાઉન્‍ડ એન્‍જીનીયરીંગના બેતાજ બાદશાહ દમનસુદ પાસેથી એકેડેમીનો કોર્ષ કરેલ છે અને તે રાજકોટ ખાતે ઝીરો ડીબી સ્‍ટુડીયો ધરાવે છે. જે સૌરાષ્ટ્રનો પ્રથમ સ્‍ટુડિયો છે.3:38 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST