તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 9th October 2025
ગુજરાતે આધુનિક ટેકનીક સાથે વિશ્વના ટેકનોલોજી નકશામાં પોતાનું નામ અંકિત કરાવ્યું.
એ ભ્રમ હવે ભાંગી જશે.....ગુનેગારો ટેકનોલોજીમાં પોલીસથી આગળ છે, હવે રાજ્ય પોલીસે સવાઈ બની મેદાને જંગમાં ઝંપલાવ્યું... : નવતર સિસ્ટમથી ૯ માસમાં ૮૦ ગુન્હાઓ ઉકેલાઈ જતા પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયને પોલીસ તંત્રને આવજો કહેતા પહેલા કંઈક વિશેષ કર્યાનો સંતોષ મળ્યો... અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, જોઇન્ટ સીપી ક્રાઇમ શરદ સિંઘલ, સેકટર વડા નીરજ બડ ગુજ્જર અને સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડના નેતળત્વમાં હજારો ગુનેગારોના ડેટા ઓન લાઈન કરતા, અદભુત ચમત્કાર સર્જાયો...

રાજકોટ તા.૯: ગુજરાત પોલીસ દ્વારા વધુ એક વખત લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા વિશ્વના ટેકનોલોજી નકશામાં પોતાનું નામ અંકિત કર્યું છે, રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ આધુનિક ટેકનોલોજી રાજ્યભરમાં ઝડપથી અમલી બનાવતા આ નવતર ટેકનોલોજીના કારણે ૯ માસમાં ૮૦ ગુનાઓનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલાયો છે.
નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે,આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે. અલગ- અલગ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સનો ડેટાબેઝ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS)માં સમાવવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે અંદાજે ૧.૨૦ કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે. ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે જેમાં રાજ્યના ૨૨ લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે.
અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, સેકટર વડા નીરજ બડ ગુજ્જર અને સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડના નેતળત્વમાં આરોપીઓના ડેટા ઓનલાઇન કર્યા છે. ટૂંકમાં કહીએ તો તમામ આરોપીના ડેટા હવે આંગણીના ટેરવે રહેશે. અર્થાત્ તમામ પોલીસના મોબાઇલમાં રહેશે.
સામાન્ય રીતે કોઈપણ ગુનો બને તે બાદ ફરિયાદી પોલીસ મથકે પહોંચે અને આરોપીના જુના ફોટાના આધારે શકમંદની ઓળખ કરે તેના આધારે પોલીસ તેને શોધતી હોય છે. પરંતુ હવે પોલીસ પાસે તમામ આરોપીનો ડેટા ઓનલાઈન હશે. જેમાં ગુનાના પ્રકારના આધારે ભોગ બનનારને તેવા ગુના આચરનાર આરોપીના ફોટા અને વિગત બતાવી આરોપીને શોધી લેવામાં આવશે. પ્રાથમિક કાર્યવાહીમાં પોલીસે રિક્ષામાં નજર ચુકવી મુસાફર સાથે લુંટ કરવી કે સામાન પડાવી લેવાના ગુના કરતા ૧૦૦ આરોપીની માહિતી ઓનલાઈન કરવામાં આવી છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
