News of Thursday, 9th October 2025
ગુજરાતનો ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ
છેલ્લા ત્રણ વર્ષમાં ૬પ૩ અધિકારીઓ-કર્મચારીઓ સાથે લાંચની પ૮૩ ફરીયાદો

ગાંધીનગર, તા. ૯ : ગુજરાતમાં ભ્રષ્ટાચારને લગતી ફરિયાદોમાં સતત વધારો જોવાયો છે. સરકારી ઓફિસમાં નાણાં વગર કામ ના થાય તેવી છાપ સામાન્ય લોકોમાં ઘર કરી ગઈ છે, એમાંય ગળહ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓએ ભ્રષ્ટાચાર મામલે અન્ય તમામ સરકારી વિભાગને પછડાટ આપી ટોચ ઉપર છે.
જૂન ૨૦૨૨થી મે ૨૦૨૩ના એક વર્ષના અરસામાં ગુજરાતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ કે કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારને લગતી ૧૮૧ ફરિયાદો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને મળી હતી.
ગુજરાતમાં ભ્રષ્ટાચારને લગતી ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોમાં એવી છાપ ઘર કરી ગઈ છે કે સરકારી ઓફિસમાં નાણાં વગર કામ થતું નથી. રાજ્યમાં ભ્રષ્ટાચારનું આ સ્તર એટલું વ્યાપક બન્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) સમક્ષ ૬૫૩ અધિકારીઓ કે કર્મચારીઓ સામે ૫૮૩ ફરિયાદો નોંધાઈ છે. આ આંકડાઓ સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની ગંભીરતા દર્શાવે છે. (૯.ર૪)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
