<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં હાથમતી નદીમાંથી નવજાત મૃત ભૃણ મળ્યું

બી ડિવિઝન પોલીસે ભ્રુણને તરછોડનાર માતા-પિતાને શોધવા પોલીસે તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં હાથમતી નદીમાંથી નવજાત મૃત ભૃણ મળી આવ્યું છે. નદીના કિનારા પર નવજાત તાજુ જન્મેલ ભ્રુણ મ્રુત હાલતમાં મળી આવતા સ્થાનિકોએ 112 જનરક્ષકને જાણ કરી હતી. 112 જનરક્ષક સ્થળ પર પહોંચી બી ડિવિઝન પોલીસને જાણ કરી. બી ડિવિઝન પોલીસે ભ્રુણને લઈ કાર્યવાહી હાથ ધરી છે. ભ્રુણ તરછોડનાર માતા-પિતાને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

 


 

(6:24 PM IST)