News of Thursday, 9th October 2025
હિંમતનગર આંબાવાડી નજીક અસારવા-ચિત્તોડગઢ મેમૂ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
લોખંડના રોડ ટ્રેક પર નજર આવતા લોકોપાયલટે ઈમરજન્સી બ્રેક લગાવી: રેલવેની સુરક્ષા જોખમમાં મુકી જાનમાલના નુક્સાનના પ્રયાસનો ગુનો નોંધાયો

હિંમતનગર આંબાવાડી નજીક અસારવા-ચિત્તોડગઢ મેમૂ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યુ છે. હિંમતનગર રેલવે સ્ટેશનથી મેમૂ ટ્રેન રવાના થયાના તુરત બાદ દુર્ઘટના સર્જવાનો પ્રયાસ થયો છે. બ્રોડગેજ રેલવે ટ્રેક પર બપોરના અરસા દરમિયાન લોખંડના રોડ મૂક્યા હતા. લોખંડના રોડ ટ્રેક પર નજર આવતા લોકોપાયલટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી. રેલવેની સુરક્ષા જોખમમાં મુકી જાનમાલના નુક્સાનના પ્રયાસનો ગુનો નોંધાયો. ગત 4, ઓક્ટોબર બપોરે 12 વાગ્યાના અરસા દરમિયાનની ઘટના છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
