<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા ACBએ ઝડપ્યો

ACBએ અસલાલીથી કમોડ જવાના રોડ પર પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ કાન્તીભાઇ મકવાણાને 1 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો:કોન્સ્ટેબલે ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલ ફરિયાદી પાસે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરી હતી

અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે.

મળતી માહિતી અનુસાર  અમદાવાદ કે ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે.   ACBએ પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ કાન્તીભાઇ મકવાણાને 1 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે, અસલાલીથી કમોડ જવાના રોડ પર એસીબીએ ઓપરેશન પાર પાડયું હોવાની વાત સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલે ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલ ફરિયાદી પાસે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરી હતી. 

 


 

(2:31 PM IST)