News of Friday, 10th October 2025
વાપીના ડુંગરામાંથી ગુમ થયેલ પતિ પત્નીનો મામલે મોટો ખુલાસો :બન્નેનું ઓનર કિલિંગમાં ડબલ મર્ડર થયાનો ઘટફોટ
વલસાડ જિલ્લા પોલીસે ઉત્તર પ્રદેશમાંથી એક આરોપીની ધરપકડ કરી:અન્ય એક આરોપી વોન્ટેડ:મૃતક યુવતીના પરિવારજનોએ જ બંનેની ગોળી મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું

વલસાડ જિલ્લાના વાપીના ડુંગરામાંથી ગુમ થયેલ પતિ પત્નીનો મામલે મોટો ખુલાસો થયો છે. ગુમ થયેલ દંપતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક મુન્ની કુમારી અને તેના પતિ દુખન સાવની કરપીણ હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઓનર કિલિંગના મામલે ડબલ મર્ડરનો ખુલાસો થતા જ પોલીસ તપાસનો ધમધમાટ થયો હતો.
વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલ્યો છે. વલસાડ જિલ્લા પોલીસે ઉત્તર પ્રદેશમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય એક આરોપી વોન્ટેડ છે. મૃતક યુવતીના પરિવારજનોએ જ બંનેની ગોળી મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પરિવારજનોની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનો એ બંનેની હત્યા કરી નાખી હતી
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
