<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભારત આજે રચશે ઇતિહાસ : પ્રથમ હાઈડ્રોજન ટ્રેન... ૧૨૦ ની સ્‍પીડ : ૨૬૦૦ પેસેન્‍જરની ક્ષમતા : એક ઐતિહાસિક શરુઆત : ડીઝલના બદલે હાઇડ્રોજન ફયુઅલ સેલથી વીજળી ઉત્‍પન્ન કરી ચાલશે ટ્રેન : આજે નરેન્‍દ્રભાઇ દેશની બીજી વંદે ભારત સ્‍લીપર ટ્રેનને પણ બતાવશે લીલી ઝંડી : હાઇડ્રોજન ટ્રેન શું છે? આ ટ્રેનની વિશેષતાઓ, ટ્રેન કયા રૂટ પર દોડશે?: ભારતીય રેલવે ની ૧૮૫૩ થી ૨૦૨૬ સુધીની ૧૭૩ વર્ષની ઐતિહાસિક સફર વરાળના એન્‍જિનથી હાઇડ્રોજન ટ્રેન સુધીની કાપી લાંબી મજલ રેલવેનો પાયો, વિસ્‍તરણ અને આધુનિકીકરણ, સ્‍વતંત્ર ભારતનું રેલવે અધ્‍યતન અને ગ્રીન રેલવે નરેન્‍દ્રભાઇ વડાપ્રધાન બન્‍યા બાદ ૨૦૧૪ થી ૨૦૨૬ ભારતીય રેલવેના ૧૨ વર્ષના ૧૨ સૌથી મોટા માઇલસ્‍ટોન11:37 AM IST

એર ઇન્ડિયાએ લોન્ચ કરી નવી મોબાઇલ એપ, ફ્લાઇટ મોડી કે રદ થાય તો હોટેલ-કેબની માહિતી મળશે, હોમ સ્ક્રીન પર જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે, પેમેન્ટ પ્રક્રિયા પણ વધુ સરળ બનાવાઈ * સવારે ૧૦.૪૨ વાગ્યે: સેન્સેક્સમાં ૭૪૮ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં ૧૯૯.૫ પોઈન્ટનો ઉછાળો, આઈટી, ઓટો અને બેન્કિંગ શેરોમાં તેજ ખરીદારી * દેશના ૬૦% વિસ્તારમાં ફરી વરસાદી માહોલ, યુપી-બિહારમાં ૭ દિવસ ભારે વરસાદનું એલર્ટ, * જમ્મુ-કાશ્મીરમાં ૧૫ દિવસમાં ૧૬ વખત વાદળ ફાટ્યાં * ત્રીજા વનડેમાં ન્યૂઝીલેન્ડની વેસ્ટ ઈન્ડિઝ સામે ૬ વિકેટે જીત, શ્રેણીમાં ૨-૧થી મેળવી લીડ, લેનોક્સે ૪ વિકેટ ખેડવી, વેસ્ટ ઈન્ડિઝે માત્ર ૧૯ રનમાં ૬ વિકેટ ગુમાવી * મુર્શિદાબાદમાં ટ્રેન સાથે સ્કૂલ વાનની ટક્કર, બે વિદ્યાર્થી સહિત ૩નાં મોત, ૫ ગંભીર * અમેરિકાએ સતત છઠ્ઠા દિવસે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી, બંદર અબ્બાસમાં મિસાઈલ હુમલો, ૭ ના મોત10:56 AM IST

પોલીસે કચરો ઉપાડ્‍યો, બાળકો સાચવ્‍યા, ઉઘાડા પગે નીકળેલા શ્રધ્‍ધાળુ લોકો, હાથીઓના ઠંડા પાણીથી રથયાત્રામાં પગ ધોવડાવ્‍યા : અમદાવાદ સીપી અનુપમસિંહ ગેહલોત અને નાનામાં નાના સ્‍ટાફની માનવતાના માઈક્રો પ્‍લાનિંગની મન મૂકીને રથ યાત્રા પૂર્ણ થતા મોડી રાતે જાહેરમાં નાયબ મુખ્‍યમંત્રીએ કરેલ, મન મૂકીને કરેલ પ્રસંશાના વાયરલ ન્‍યૂઝની વિશેષ વાતો... : રથમાં બિરાજેલ જગતના નાથના લાખો લોકો દર્શન સારી રીતે કરી શકે તે માટે ૪૫૦૦ પોલિસ સ્‍ટાફ રથ આસપાસ ભીડ નીવારી, જગન્નાથ મંદિરમાં યાત્રા પૂર્વે મોડી રાતથી શ્રધ્‍ધાળુ ઉમટી, મંદિરની આરતી, પૂજન, સંત દર્શન માટે ઉમટે છે, લોકોને મંદિર બહાર દર્શન થાય તે માટે પ્રથમ વખત મંદિર બહાર મોટા સ્‍ક્રીન, અંદર ભીડ ન થાય તે માટે બે્‌રિકેટ, લોકો પણ ખુશ થયા, અને આખા રૂટમાં લોકોએ હર્ષભાઇને આવી વ્‍યવસ્‍થા માટે બિરદાવ્‍યા... : પોલીસ કમિશનર સાથે શરદ સિંઘલ, નીરજ બડ ગુજ્જર, જયપાલસિંહ રાઠોડ, અશ્વિન ચૌહાણ, અજિત રાજિયાણ, રૂપલ સોલંકી, ભરત રાઠોડ, હર્ષદ પટેલ, ચિરાગ પટેલ સહીતના આધિકારીઓ મદદમાં રહ્યા, રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડાનું માનવતાભર્યુ માર્ગદર્શન કે જેની નોંધ પણ હર્ષભાઈ દ્વારા લેવાયેલ છે, તે પણ ખૂબ ઉપયોગી બન્‍યું3:00 PM IST

રાજકોટ લોકમેળોઃ કુલ ૨૨૮ સ્‍ટોલની અપસેટ પ્રાઇઝમાં રૂા.૨ હજારથી ૧૨ હજાર સુધીનો તોતીંગ વધારોઃ તંત્રને પણ મોંઘવારી નડી ગઇ!! : સ્‍ટોલના ભાડા વધતા સ્‍ટોલ ઇચ્‍છુકોમાં દેકારોઃ આવતા અઠવાડિયે રેસકોર્ષમાં મીટીંગઃ તંત્રને આવેદન પાઠવશે : સોમવારથી તોરલ બિલ્‍ડીંગ-ઇન્‍ડીયન બેંક ખાતેથી ફોર્મ વિતરણઃ આખા મેળામાં કુલ ૫૫ થી ૬૦ વોચ ટાવરઃ સીસીટીવી કેમેરાથી કાર્યવાહી પોલીસ કરશે.. : તમામ પ્રકારના ટેન્‍ડર બહાર પડી ગયા ૧૨૫ જેટલા ખાનગી સિકયોરીટી જવાનો ત્રણ વિશ્રામ બોકસઃ ડ્રોન કેમેરાનો AI થી ઉપયોગઃ ઉદઘાટન માટે મુખ્‍યમંત્રી તથા નાયબ મુખ્‍યમંત્રીને આમંત્રણઃ તા.૨ સપ્‍ટેમ્‍બરથી લોકમેળો ધમધમશે2:58 PM IST