News of Friday, 10th October 2025
આનંદો : ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના પર્વને લઈને નિર્ણય
સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો : ચુકવણી તા.14 થી 16 ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.

અમદાવાદ : રાજ્ય સરકારએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ચુકવણી તા.14 થી 16 ઓક્ટોબર 2025 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.
સરકાર દ્વારા તા.13/10/1993ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓના માસિક પગાર અને ભથ્થા આવતા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચુકવવાના નિયમો છે. પરંતુ, આ વર્ષે દિવાળીનો તહેવાર તા.20 ઓક્ટોબર 2025ના રોજ આવતાં તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે છૂટછાટ આપી આ ચુકવણીની તારીખો આગળ લાવવાનો નિર્ણય લીધો છે.
આ મુજબ, ઓક્ટોબર-2025 મહિનાના પગાર, ભથ્થા અને પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે તા.14, 15 અને 16 ઓક્ટોબર 2025ના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ પગલાને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલાં આર્થિક રાહત મળશે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
