<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સુરતના હજીરા નજીક ટાટા કોલોનીની પાછળ તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી

હજીરા વિસ્તારમાં આવેલા સુવાલી ગામ નજીકથી તળાવમાં એક યુવકની લાશ તરતી મળતા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી

     સુરતના હજીરા વિસ્તારમાં આવેલા સુવાલી ગામ નજીકથી એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં ટાટા કોલોનીની પાછળ આવેલા તળાવમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તળાવમાં એક યુવકની લાશ તરતી જોઈ હતી. જેના પગલે તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

   લાશ તળાવના પાણીમાં હોવાથી ફાયર વિભાગના જવાનોએ મહામહેનતે લાશને તળાવમાંથી બહાર કાઢી હતી. લાશ બહાર કાઢ્યા બાદ તુરંત જ હજીરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લાશનો કબજો લીધો હતો અને તેની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હજીરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

(7:57 PM IST)