News of Saturday, 11th October 2025
રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટના પરિણામો

રાજકોટઃ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઈન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ-૨૦૨૫ ના લીગ સ્ટેજના ક્વોલીફાઈ રાઉન્ડમાં અમરેલીની ટીમે મહમદજૈન પટેલના ૨ ગોલ, ભાવેશ સોલંકીના ૧ ગોલની મદદથી સુરેન્દ્રનગર ને ૩-૧ થી મહાત આપેલ, સુરેન્દ્રનગરના કમલ નાયર દ્વારા ૧ ગોલ થયેલ. બીજા મેચમાં નર્મદાની ટીમના જીમી કુમાર અને જૈત્રિક પટેલના ૧-૧ ગોલની મદદથી વલસાડની ટીમને ૨-૧થી મહાત આપેલ. વલસાડની ટીમના કૌશિક પટેલ દ્વારા ૧ ગોલ થયેલ. ત્રીજો મેચ દેવભૂમિ દ્વારકા અને અરવલ્લી વચ્ચે ડ્રો થયેલ. ચોથો મેચ બનાસકાંઠા અને આણંદ વચ્ચે રમાયેલ તેમાં આણંદની ટીમે ૧૧-૧ થી એકતરફી વિજય મેળવેલ. આજે વલસાડ અને સુરેન્દ્રનગર વચ્ચે અમરેલી અને નર્મદા વચ્ચે, અરવલ્લી અને પોરબંદર વચ્ચે, આણંદ અને મોરબી વચ્ચે મેચ રમવાના છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
