<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

બનાસ ડેરી ચૂંટણીમાં ચેરમેન શંકર ચૌધરીનો દબદબો: દાંતા બેઠક પર ભાજપના મેન્ડેડ પરના ઉમેદવાર વિજયી

અમરતજી પરમારને 55 મત અને દિલીપસિંહ બારડને 30 મત મળ્યા

બનાસ ડેરીની ચૂંટણીમાં ચેરમેન શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો. દાંતા બેઠક પર ભાજપના મેન્ડેટ પરના ઉમેદવારનો વિજય થયો. ઉમેદવાર અમરતજી પરમારનો 55 મતથી વિજય થયો. અમરતજી પરમારે પશુપાલકો અને પક્ષનો આભાર માન્યો. અમરતજી પરમારને 55 મત અને દિલીપસિંહ બારડને 30 મત મળ્યા. સમર્થકોએ હાર પહેરાવી અમરતજી પરમારનું સન્માન કર્યું. દિલીપસિંહ બારડ અને અમરતજી પરમાર જંગ વચ્ચે હતી.

(1:03 PM IST)