News of Sunday, 12th October 2025
રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહુડી તીર્થ ક્ષેત્રમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન-પૂજન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જૈન તીર્થ મહુડી જિનાલયમાં ભગવાન ઘંટાકર્ણની આરતી-પૂજા કરીને રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી

મહુડી/ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં ચાલી રહેલા *'વિકાસ સપ્તાહ'*ની ઉજવણી અંતર્ગત આજે ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મહુડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી જિનાલયની મુલાકાત લીધી હતી અને ભગવાન ઘંટાકર્ણના દર્શન-પૂજન કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહુડી તીર્થ ક્ષેત્રમાં ભગવાન ઘંટાકર્ણની ભક્તિભાવપૂર્વક આરતી અને પૂજા-અર્ચના કરી હતી. તેમણે આ અવસરે રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે ભગવાન ઘંટાકર્ણ પાસે પ્રાર્થના કરી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
