<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ફટાકડાના વેપારીઓ દ્વારા ફાયરના નિયમોનો ભંગઃ તંત્ર આકરા પાણીએ

ફટકાડાની ફેકટરીમાં બ્‍લાસ્‍ટ બાદ ધાનેરા પાલિકા એકશન મોડમાં રહેણાંક વિસ્‍તાર અને શોપિંગ સેન્‍ટરમાં ફટાકડાના છુપા ગોડાઉન

અમદાવાદઃ  દિવાળીના તહેવારમાં ફટાકડાના વેપારીઓ દ્વારા ફાયરના નિયમોનો ઉલાળિયો કરાયો હોય તેવું જણાઈ રહ્યું છે.,જેમાં નિયમો નેવે મુકતા વેપારીઓ સામે પાલિકા આકરાપાણીએ છે. ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ધાનેરા પાલિકાએ તેવર બદલ્યા છે.

જેને લઈને 8 દુકાનદારે માંગેલા લાયસન્સનો પાલિકાએ નેગેટિવ રિપોર્ટ આપ્યો છે. ધાનેરામાં વેપારીઓ ફાયર તેમજ NOC વગર આગનો ધંધો કરે છે.જેમાં રહેણાંક વિસ્તાર અને શોપિગ સેન્ટરમાં ફટાકડાના છુપા ગોડાઉન આવેલા છે.

આમ વગર મજૂરીએ ભરબજારમાં વેપારીઓ ફટાકડાનો છૂપો વેપાર કરે છે. નીતિ નિયમો નેવે મુકતા વેપારી સામે પાલિકા હવે એક્શન મોડમાં આવી ગઈ છે.

(12:23 PM IST)