News of Sunday, 12th October 2025
નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતમા: ભવ્ય સ્વાગતઃ કાર્યકરોએ શુભેચ્છા પાઠવીઃ સી.આર. પાટીલ સાથે મુલાકાત
સુરપ એરપોર્ટ ખાતે જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુઃ અભિવાદન સમારોહમાં મંત્રીઓ ધારાસભ્યો, હોદેદારો, કાર્યકરોની ઉપસ્થિતિ

અમદાવાદઃ પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. સુરત એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન, તેમણે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ (CR Patil) સાથે શુભેચ્છા મુલાકાત કરી. આજે બારડોલીનાં નાદેડા ગ્રાઉન્ડ ખાતે સુરત-તાપી જિલ્લા સંયુક્ત અભિવાદ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અગ્રણી નેતાઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ હાજર રહ્યા છે.
બારડોલીનાં નાદેડા ગ્રાઉન્ડ ખાતે સુરત-તાપી જિલ્લા સંયુક્ત અભિવાદ સમારોહનું પણ આયોજન સમારોહમાં સુરત તેમ જ તાપી જિલ્લાનાં ધારાસભ્યો, મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ 30 હજાર જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું જણાવાયું છે. તમામ ભાજપ આગેવાનો અને કાર્યકરોએ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ કડોદરાથી બારડોલી સુધી મોટી સંખ્યામાં બાઇક રેલીનું પણ આયોજન કરાયું હતું.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
