તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 12th October 2025
આલેલે... બુટલેગરનો નવો કીમીયોઃ એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતો હતોઃ ઝડપી લેવાયો
નર્મદા જિલ્લાના સાગબારા પોલીસને સફળતાઃ ચેકપોસ્ટથી ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્તઃ આ દારૂનો જથ્થો રાજસ્થાનથી અમવાદ લઇ જવામાં આવી રહ્યો હતો

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવવામાં આવે છે, જેમાં તાજેતરમાં નર્મદા જિલ્લાના સાગબારા પોલીસે મોટી સફળતા મેળવી છે. સાગબારા પોલીસે ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટથી એક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર,, દારૂની હેરાફેરી માટે આરોપીએ એમ્બ્યુલન્સમાં ખાસ ચોરખાનું બનાવ્યું હતું. આ દારૂ રાજસ્થાનના કરોલી ખાતેથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદમાં દારૂ વેચવાનો આ કીમિયો હતો.
સાગબારા પોલીસે એમ્બ્યુલન્સની સઘન તપાસ દરમિયાન ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. વિદેશી દારૂ અને એમ્બ્યુલન્સ મળીને કુલ મુદ્દામાલ 13,53,800 રૂપિયા હતો. પોલીસે પ્રોહીબિશનના આ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે કે આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે. બુટલેગરો તહેવારો દરમિયાન દારૂ સપ્લાય કરવા માટે નવા નવા કીમિયા અપનાવતા હોય છે, ત્યારે સાગબારા પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
