<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી :આસપાસના વિસ્તારમાં અફરાતફરી

ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો

ભરુચના સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પરની ઘટનામાં આગની ઘટના બની છે. ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ગોડાઉનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો.

(5:10 PM IST)