<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

સુરતના માંગરોળ પંથકમાં આવેલા હથોડા ગામની સીમમાં પેપરમીલમાં ભીષણ આગ

પેપરમીલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા :ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી : કંપનીના માલિકને મોટુ નુકસાન થયું

સુરતના માંગરોળમાં પેપરમીલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. માંગરોળ પંથકમાં આવેલા હથોડા ગામની સીમમાં પેપરમીલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.પેપરમીલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગવાની ઘટનાની જાણ ફાયરવિભાગને કરાતા તાત્કાલિક ધોરણ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કંપનીના માલિકનો મોટુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

(5:11 PM IST)