News of Sunday, 12th October 2025
દિવાળી પછી મહેસાણા અને અમદાવાદમાં અદભુત એરોબેટિક પ્રદર્શન યોજાશે :સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશને ચમકાવાશે.
આગામી શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા આકર્ષક દિલધડક કરતબ દર્શાવવામાં આવશે

અમદાવાદ :ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે દિવાળી પછી એટલે કે 24 ઓક્ટોબરે મહેસાણા અને 26 ઓક્ટોબરે અમદાવાદમાં અદભુત એરોબેટિક પ્રદર્શનથી ગુજરાતના આકાશને ચમકાવાશે.
1996માં રચાયેલ SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે. વર્ષોથી સૂર્યકિરણ એરોબેટિક ટીમ સમગ્ર ભારતમાં અને ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE સહિત અનેક દેશોમાં 700થી વધુ પ્રદર્શન કર્યા છે. તેમના સૂત્ર "સર્વદા સર્વોત્તમ" દ્વારા સંચાલિત આ ટીમ ચોકસાઈ, શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે.
ભારતમાં બનાવેલા નવ હોક Mk132 વિમાનો ઉડાડતા, પાયલટ્સ વિમાનો વચ્ચે 5 મીટરથી ઓછા અંતરે રમી શકે તેવા સ્ટંટ કરે છે. આગામી શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા આકર્ષક દિલધડક કરતબ દર્શાવવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં SKATએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં એર શૉ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
