News of Sunday, 12th October 2025
સુરતમાં વધુ એક ભાજપના નેતાએ જાહેરમાં તાયફા કર્યા : ઉધનામાં વોર્ડ નંબર-24ના પ્રમુખે જાહેરમાં કેક કાપી
આતશબાજી કરી વીડિયો વાયરલ કર્યા. વિવાદ થયો, તો તેમણે બચાવ કર્યો કે, આ કાર્યકરોનો ઉત્સાહ હતો

સુરતમાં વધુ એક ભાજપના નેતાએ જાહેરમાં તાયફા કર્યા છે . શનિવારે સુરતના ઉધનામાં વોર્ડ નંબર-24ના પ્રમુખે જાહેરમાં કેક કાપી. એટલું જ નહીં, આતશબાજી કરી હતી વીડિયો વાયરલ કર્યા બાદ વિવાદ થયો, તો તેમણે બચાવ કર્યો કે, આ કાર્યકરોનો ઉત્સાહ હતો અને હવે ફરી, ભાજપના કોર્પેરટરે પણ સીનસપાટા કર્યા. હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે પણ ફટાકડા ફોડ્યા, અને નિયમો જાણે કે, માત્ર સામાન્ય લોકો માટે જ હોય, તેમ ઉજવણી કરી.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
