<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

શામળાજી નજીક અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક સવાર બે યુવકોના કરૂણમોત

બાઈકને ટક્કર મારતાં બાઇક રોડના ડિવાઈડર સાથે અથડાતાં બન્ને યુવાનોને રોડ પર પટકાતાં ગંભીર ઇજાને કારણે બંનેના મોત નીપજ્યા

અરવલ્લી જિલ્લાના શામળાજીના બે મિત્રો રાત્રિએ 11 વાગ્યા ને સુમારે બાઇક લઇને નવાગામ તરફથી શામળાજી આવી રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતાં બાઇક રોડના ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બંને ઇસમોને માથાનાં ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજીના અજયભાઈ નરસીહ લટા (ઉં.વ. ૨૨,રહે. શામળાજી) અને વિવેકભાઇ જગદીશભાઈ તબિયાડ (ઉં.વ. ૨૪, રહે. શામળાજી) બન્ને યુવાનો બાઇક નં. GJ-02-CS-0966 લઈ નવાગામ તરફથી શામળાજી આવી રહ્યા હતા. તે વખતે કોઇ અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતાં બાઇક રોડના ડિવાઈડર સાથે અથડાતાં બન્ને યુવાનોને રોડ પર પટકાતાં ગંભીર ઇજાને કારણે બંનેના મોત નીપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક  યુવાનોની લાશનું પંચનામુ કરી પી એમ અર્થે મોકલી આપી હતી. પોલીસે સંજયભાઈ નરસિંહભાઈ લટાની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

 

પાટણ-સિદ્ધપુર હાઈવે પર કનેસરા- રામનગર વચ્ચે માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ અકસ્માતમાં કારની આગળના ભાગનો કચચરઘાણ થયો હતો. જોકે કારમાં સવાર ચાલક સહિતના લોકોનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 



 

(12:03 AM IST)