News of Monday, 13th October 2025
પુષ્યનક્ષત્ર ટાણે બજારમાંથી ચાંદી અદ્રશ્ય, ઓન રૂપિયા આપવા છતા પણ મળતી નથી
દુનિયાભરના દેશોમાં સોના-ચાંદીની ખરીદી શરૂ થતાં ભાવ આસમાને, સપ્લાય ખૂટી પડ્યો

અમદાવાદ તા.૧૩: દિવાળીના તહેવારો પહેલાં આવતા પુષ્યનક્ષત્રમાં લોકો શુક્ત માટે સોનું અને ચાંદીની ખરીદી કરતા હોય છે. જોકે, ચાલુ વર્ષે પુષ્યનક્ષત્રના બે દિવસ પહેલાં અમદાવાદના સોની બજારમાં જાણે ચાંદી ગાયબ થઈ ગઈ હોય તેવો ઘાટ થયો છે. અમદાવાદમાં ચાંદીના ભાવ હાલ એક કિલો દીઠ ૧.૬૭ લાખ થઈ ગયો છે. આટલું જનહીં, હાલતો બજારમાં લોકો ૩,૦૦૦ ઓન આપીને રૂ.૧.૭૦ લાખમાં પણ ચાંદી ખરીદવા તૈયાર થઈ ગયા છે તેમ છતાં ચાંદી મળતી નથી. અમદાવાદના સોની બજારમાં ચાંદીની એટલી હદે માગ વધી છે કે વેપારીઓ માત્ર ફોન પર બુકિગ લેતા નથી. પહેલા પેમેન્ટ મળી જાય પછી જ ચાંદીના સોદા પાકા થાય છે. માણેકચોકના વેપારીઓ પણ ચાંદીની અછતને લઈને ચિતામાં છે. તેમ નવ ગુજરાત સમય જણાવે છે.
ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. એક વર્ષમાં ચાંદીના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે, જેના પગલે રોકાણકારો ચાંદીમાં જ રોકાણ કરવા તત્પર છે. ચાંદીની સતત માગ વધી રહી છે, જ્યારે તેની સામે સપ્લાય આવતો નથી. તેથી અમદાવાદના બજારમાં ચાંદી ગાયબ થઇ ગઇ હોય તેવો ઘાટ થયો છે.
સોની બજારના સિનિયર વેપારીઓ જણાવી રહ્યા છે કે સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ ૧.૨૭ લાખ થઈ ગયા છે, જ્યારે ચાંદીના ભાવ એક કિલો દીઠ ૧.૬૭ લાખ પહોંચી ગયા છે. સોના કરતાં બજારમાં લોકો ચાંદીની ખરીદી કરવા વધુ ઉત્સાહી છે. ચાંદી ૧.૬૭ લાખે બજારમાં મળતી નથી, તેથી લોકો ૩,૦૦૦ ઓન આપીને ૧.૭૦ લાખના ભાવે ચાંદી ખરીદવા તૈયાર છે.
પુષ્ય નક્ષત્ર માટે હજુ સોની બજારમાં એડવાન્સ ઓર્ડર લેવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ શરત એટલી છે કે ૧૦૦ ટકા બુકિગ મળી જાય પછી જ ઓર્ડર લેવાશે. જે વેપારી પાસે જેટલો ચાંદીનો સ્ટોક હોય, તેટલું જ બુકિગ લેવાની સૂચના આપતા મેસેજીસ પણ વાયરલ થઈ રહ્યા છે.
સોના કરતા ચાંદીમાં છેલ્લા બે વર્ષમાં વધુ રિટર્ન મળ્યું
સોની બજારમાં છેલ્લા બે વર્ષથી ચાંદી જ ચાંદી છે. સોના કરતા પણ ચાંદીએ વધુ રિટર્ન આપ્યું યું છે, છે, જેના પગલે લોકો ચાંદી ખરીદવા તત્પર છે. બે વર્ષમાં સરેરાશ જોવામાં આવે તો ચાંદીનો ભાવ લગભગ ડબલ થયો છે. ચાંદી અને સોનું બંને સલામત રોકાણ છે, અને બે વર્ષમાં ભાવ ડબલ થતા ચાંદીની ખરીદીમાં વધારો થયો છે. - વેપારી, સોની બજાર
ચાંદીની વૈશ્વિક ખરીદી વધતા ભાવ આસમાને
હાલ વિશ્વના મોટા દેશો વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. બીજી તરફ ચાંદીની વૈશ્વિક ખરીદી સતત વધી રહી છે. જેટલી ચાંદીની માંગ છે, તેની સામે સપ્લાય ઘટી ગયો છે, જેના કારણે ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ચાંદીનો વપરાશ ઔધોગિક એકમોમાં પણ વધ્યો છે, જેના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. બુલિયન વેપારી
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
