હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીવમાત્રની સેવા તે જ જીવનની જીવંતતાઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ
પૂ. પરમ ગુરૂદેવની પ્રેરણાથી દિલ્હી અને બરોડા અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત

રાજકોટઃ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના અંતરની કરુણા ભાવના ચાર પૈડાની લાઇફલાઈન બનીને મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બેંગ્લોર જેવા અનેક ક્ષેત્રોમાં દિવસ અને રાત દોડીને હજારો ઘાયલ-બીમાર વેદનાગ્રસ્ત પશુ -પંખીઓને શાતા પમાડી રહી છે ત્યારે એવી જ બીજી બે લાઈફલાઈન અર્હમ એનિમલ એમ્બ્યુલન્સની અર્પણતા મહાનગર દિલ્હી અને બરોડાના હજારો અબોલ જીવો માટે કરવાનો સમારોહ બંને શહેરોમાં યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે ઘાયલ થયેલાં, લોહીથી લથપથ, બીમાર અને દર્દથી કણસતાં એવા અબોલ પશુ-પંખીને તાત્કાલિક સારવાર આપીને એમને વેદનામુક્ત કરવા માટે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી છેલ્લાં બે વર્ષથી અનેક ક્ષેત્રોમાં દોડી રહેલી ૨૬થી વધુ અર્હમ એનિમલ એમ્બ્યુલન્સના માધ્યમે દરરોજના સેંકડો અને આજ સુધી ૧,૧૩,૦૦૦થી વધુ અબોલ જીવોની તાત્કાલિક સારવાર અને ઈલાજ કરીને એમને નવજીવન અને શાતા પમાડવામાં આવી છે ત્યારે દિલ્હી અને બરોડા શહેરના અબોલ જીવો માટે પણ આવી એક - એક એનિમલ એમ્બ્યુલન્સની અર્પણતાનો સમારોહ યોજાયો હતો.
અર્હમ યુવા સેવા ગ્રુપ દિલ્હીના ઉપક્રમે, માતુશ્રી હસુમતીબેન પોપટલાલ ધોળકિયા પરિવાર- દિલીપભાઈ ધોળકિયાના સહયોગે અર્પણ કરવામાં આવેલી આ એનિમલ એમ્બ્યુલન્સના ઈનોગરેશનનો અવસર દિલ્હી સરકારના મંત્રી કપિલજી મિશ્રા, દિલ્હી પ્રદેશ મંત્રી શ્રી સારિકાજી જૈન, અશોકજી ગોયલ, રેનુજી અગ્રવાલ આદિ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
એ સાથે જ, બરોડા પાવનધામના આંગણે ધર્મવત્સલા માતુશ્રી સંધ્યાબેન વિનોદભાઈ સંઘાણી પરિવારના સહયોગે અર્પણ કરવામાં આવેલી અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ અર્પણતાના અવસરે કોર્પોરેટર નીતિનભાઈ ડોંગા તેમજ કોર્પોરેટર નરવીરસિંહ ચુડાસમા આદિ અનેક મહાનુભાવો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
