<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચે ખૂંખાર શિક્‍લીગર ગેંગના ત્રણ અપરાધી ઝડપી લીધા...

ચોરી, લૂંટ કરતા કોઈ સામનો કરે તો આ ગેંગ મોતના ઘાટ ઉતારી દેવા રાજ્‍યભરમાં કુ વિખ્‍યાત છે ખુલ્લી તલવારો બતાવી લૂંટ , ચોરી કરનાર ગેંગને , રાજ્‍ય અને રાજ્‍ય બહારની ગેંગની MO થી પરિચિત સીપી નરસિંહમા કોમાર તુરંત ઓળખી જતાં ક્રાઇમ બ્રાંચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્‍ચાર્જ એસીપી ડી. જે.ચાવડાએ વિવિધ ટીમો બનાવી

રાજકોટ, તા.૧૩: વડોદરા સહિત આખા ગુજરાતમાં ખૂંખાર અને ચોરી કરતા સમયે કોઈ જાગી જાય કે સામનો કરે તો તેની હત્‍યા કરતા અચકાઈ નહિ તેવી કૂ વિખ્‍યાત સિક્‍લીગર ગેંગને વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી લેતા લોકોએ રાહતનો શ્વાસ લેવા સાથે ક્રાઇમ બ્રાન્‍ચે ઘણા સમય પછી નિરાંતે નીંદર લીધી છે.

ગત માસની ૩૦મી તારીખે મોડી રાત્રિના આ ગુન્‍હાના ફરિયાદીને તલવાર ઉગામી જાનથી મારી નાખવાની ધમકી આપી બે બંધ મકાનોમાં ચોરી અને લૂંટનો ગુન્‍હો કરી ૩ લોકોએ ભયંકર અપરાધ કર્યાની ફરિયાદ થતાં રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વડા તરીકે ગુજરાત અને ગુજરાત બહારની ગેંગોની મોડેસ ઓપરેન્‍ડીથી વાકેફ વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારને એ સમજતા વાર ન લાગી કે આ કારનામાં ખૂંખાર ગેંગ સિક્‍લિગરના છે, આ ગેંગ વડોદરા કે અન્‍યત્ર પગદંડો જમાવે તે પહેલા તેને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્‍ચ વડા લીના પાટીલ અને ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્‍ચાર્જ ACP  ડી. જે ચાવડાને સૂચના આપી, અનુભવી અધિકારીઓ અને આ ગેંગથી પરિચિત અધિકારિઓની ટીમ બનાવવા સૂચના આપતા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર જી.જાડેજા,  એચ ડી તુવર, પીઆઇ એન.જી જાડેજા વિગેરેના નેતળત્‍વ હેઠળ PSI સી્‌્‌ડી્‌્‌ યાદવ, PSI ર્આ.એન્‌ . બારૈયા સહિત સ્‍ટાફ વિવિધ ટીમો બનાવી મેદાને પડતા ત્રણ ગેંગ મેમ્‍બરોને ઝડપવામાં સફળતા મળી  છે.

(2:44 PM IST)