News of Monday, 13th October 2025
સુરતમાં ૨૭૯ મોબાઇલ સાથે એર ઇન્ડિયાના જવાબદાર એન્જિનિયર સહિતના આરોપીઓ ઝડપાતા મોટો ખળભળાટ...
પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ ઝાબરે, PSI એમ. કે. ઈશરાણૈ અને PSI બી કે વાઘેલાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફની કાબીલેદાદ કામગીરી... નિયમિત DR રિપોર્ટ ઝીણવટપૂર્વક જોતા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતને મોબાઇલ ચોરીની વધતી જતી સંખ્યાથી ચોંકી ઉઠી કંઈક અજુગતું હોવાનું લાગતા વિશેષ ટીમોને જવાબદારી સોંપી હતી... ઝોન ૧ ના ખાસ પોલીસ કમિશનર વાંબાગ જમીર, નાયબ પોલીસ કમિશનર ડો. કાનન દેસાઇના માર્ગદર્શનમાં ઉધના પોલીસ ઇન્ડલેન્ટર એસ એન. દેસાઈના માર્ગદર્શનમાં વિવિધ ટીમો કાર્યરત થયેલ

રાજકોટ, તા.૧૩: સુરતના અલગ અલગ વિસ્તારોમાં થતી મોબાઇલ ચોરીઓનો આંક વધી જતાં પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા શહેર પોલીસની વિવિધ બ્રાન્ચો અને પોલીસ મથકોને ટોપ પ્રાયોરિટી આપવા આપેલ સૂચના મુજબ સુરત પોલીસ દ્વારા ધમધમાટ બોલાવતા મોબાઇલ ચોરી ગર્ભમાં એર ઈન્ડિયાનો એન્જિનિયર સહિતના આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે.
ઝોન ૧ના ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર,નાયબ પોલીસ કમિશનર ડો કાનન દેસાઈ તથા સી ડિવિઝનના માર્ગદર્શનમાં ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ તથા ટીમ દ્વારા ૨૭૯ મોબાઇલ સાથે અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે.
સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો. વિશાલકુમાર રામજીભાઇ તથા અ.પો.કો. હૈદરઅલી આલમઅલી તથા અ.પો.કો. રાહુલભાઇ જીવરાજભાઇ નાઓની સયુંક્ત બાતમી આધારે ઉધના ખત્રી નગર પાસે બ્રીજ નીચે આરોપીઓ નામે (૧) રવી રૂમાલભાઇ રાજનટ ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે-પ્લોટ નં.૩૭ સંતોષીનગર ઝુપડપટ્ટી નવાગામ, ડીંડોલી સુરત શહેર તથા (૨) સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઇ ગાયકવાડ ઉ.વ.૪૪ ધંધો-મજુરી રહે-ઘર નં.૨૨૧ સંતોષીનગર ઝુપડપટ્ટી નવાગામ, ડીંડૉલી સુરત શહેર નાઓ પાસેથી કુલ્લે ૧૫ મોબાઇલ મળી આવેલ તેમજ ઉપરોકત બંન્ને આરોપીને વધુ પુછ પરપરછ કરતાં તેઓએ એક અન્ય આરોપીને મોબાઇલ વેચાણ અર્થે આપવા માટે આવેલ જેથી આરોપી નામે (૩) ધીરજ રવિન્દ્રભાઇ ઝોપે ઉ.વ.૨૫ ધંધો-નોકરી રહે-પ્લોટ નં.૫૮ જગદમ્બાનગર, સી.આર.પાટીલ રોડ પાસે ડીંડોલી સુરત શહેર નાઓનુ ઘરે જઈ તપાસ કરતા કુલ્લે ૨૭૯ અગલ અગલ કંપનીના મોબાઇલ સાથે પકડી પાડી જે મોબાઇલ ફોન વિશે પુછ્તા મજકુર ઇસમોએ ‘સુરત શહેરના અલગ અલગ વિસ્તાર માંથી લોકોની વધુ પડતી ભીડ હોય ત્યાં લોકોની નજર ચુકવી તેના ખીસ્સામાંઓથી તથા બી.આર.ટી.એસ. બસમાં મુસાફરી કરતા પેસેજન્જરની નજર ચુકવી ભીડનો લાભ લઇ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ હોય.' જેથી ઉપરોક્ત ઇસમોના વિરૂધ્ધમા બી.એન.એસ.એસ. કલમ.-૩૫(૧)ઇ મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખુબ જ સારી અને પ્રશંસનિય કામગીરી કરેલ છે.
પોલીસને મળેલ ઝબ્બર સફળતામાં PI જે ઍસ ઝાંબરે, પીએસ આઈ એમ.કે. ઈશારાની,PSI બી. કે.વાઘેલાનો પણ સિંહ ફાળો રહેલ છે.
સૂત્રોના મતે પકડાયેલ એર ઇન્ડિયા એન્જિનિયર તમામ ટર્મિનલ પર જઈ શકે તેવી સત્તા ધરાવતો હોય તેની તપાસ કરવા સાથે પાર્ટસ અલગ કરી વેચવાની માસ્ટરી ધરાવતો હોવાનું પોલીસ કમિ‘ર અનુપમસિહ ગેહલોતના ધ્યાને આવતા એરપોર્ટના હાયર ઓથોરિટી સાથે ચર્ચા કરવા જવાબદાર અધિકારીઓને કામગીરી સુપ્રત કરી છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
