News of Monday, 13th October 2025
વિસનગરમાં સામૂહિક દુષ્કર્મને લઈ ભારે આક્રોશ : સર્વ સમાજે રેલી યોજી આવેદનપત્ર આપ્યુ
દીકરીને ન્યાય મળે તેવી માગ સાથે રેલી યોજવામાં આવીય આરોપીઓને ફાંસી અથવા આજીવન કેદ આપવાની માગ કરાઈ

મહેસાણા: વિસનગરમાં સામૂહિક દુષ્કર્મને લઈ ભારે આક્રોશ જોવા મળ્યો છે. સર્વ સમાજે રેલી યોજી આવેદનપત્ર આપ્યુ હતુ. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દીકરીને ન્યાય મળે તેવી માગ સાથે રેલી યોજવામાં આવીય આરોપીઓને ફાંસી અથવા આજીવન કેદ આપવાની માગ કરાઈ છે. 4 ઓક્ટોબરે ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા ઘરેથી બહાર ગઈ હતી ત્યારબાદ સગીરાનું 3 દિવસમાં 3 વખત અપહરણ કરી કુલ 6 નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જે બાદ પોલીસે તમામની ધરપકડ કરી હતી.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
