News of Monday, 13th October 2025
વડોદરામાં એમએસ યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અશ્લીલ હરકત મામલે આર્ટ્સ ફેકલ્ટી ડીને કહ્યું-વિદ્યાર્થીને યુનિ. માંથી હાંકી કઢાશે
આર્ટ્સ ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ કહ્યું- વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને યુનિ.માંથી હાંકી કઢાશે. આ ઘટનાને લઇ પરીક્ષામાં સુપરવિઝન કરનાર સ્ટાફ સામે પણ કાર્યવાહી થશે.

વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે. MS યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અશ્લીલ ચેનચાળા થયા. ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ચુંબન કર્યુ. અશ્લીલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન છે.
વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે. MS યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થી એક વિદ્યાર્થિનીને ચુંબન કરતો હોય એવો વીડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થતાની સાથે જ હવે સત્તાધીશોમાં દોડધામ મચી છે. આર્ટ્સ ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ચાલુ ક્લાસમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની અશ્લીલ હરકત સામે કડક કાર્યવાહી કરાશે.
વડોદરામાં વિદ્યાનાં ધામને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. MS યુનિ.માં ચાલુ ક્લાસમાં અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થતા સત્તાધીશો દોડધામ મચી જવા પામી છે. MS યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ મામલે આર્ટ્સ ફેકલ્ટી ડીન કલ્પના ગવલીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હમણા જ આ વાયરલ વીડિયોની મને જણ થઇ કે ચાલુ ક્લાસ દરમિયાન આ ઘટનાની જાણ થઇ છે. પરીક્ષા પહેલાં વર્ગખંડમાં ઘટના બની હતી. ચાલુ કલાસમાં અશ્લીલ હરકત વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના છે. આવી ઘટના ચલાવી ન લેવાય... આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને યુનિ.માંથી હાંકી કઢાશે. આ ઘટનાને લઇ પરીક્ષામાં સુપરવિઝન કરનાર સ્ટાફ સામે પણ કાર્યવાહી થશે
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
