<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

અમદાવાદની વેજલપુર પોલીસે એક ઢોંગી બાબાની ધરપકડ કરી: મહિલાઓને જાળમાં ફસાવી તાંત્રિક વિધિના નામે રૂપિયા પડાવતો

આરોપી રાજસ્થાનના બિકાનેરનો હોવાનું સામે આવ્યું: તેની સાથે ગુરૂમાતા ઉર્ફે વિજેન્દ્રદેવી નામની મહિલા પણ સામેલ છે. જેની ધરપકડ બાકી

અમદાવાદની વેજલપુર પોલીસે એક ઢોંગી બાબાની ધરપકડ કરી છે. જે લોકોને ઠગતો ખાસ કરીને મહિલાઓને જાળમાં ફસાવી તાંત્રિક વિધિના નામે રૂપિયા પડાવી લેતો. આ આરોપી રાજસ્થાનના બિકાનેરનો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે ગુરૂમાતા ઉર્ફે વિજેન્દ્રદેવી નામની મહિલા પણ સામેલ છે. જેની ધરપકડ બાકી છે. આ ઢોંગી લોકોએ મળીને જુહાપુરાની એક મહિલા પાસેથી 14 લાખથી વધુની રકમ પડાવી લીધી. જેની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી છે. તપાસમાં સામે આવ્યું કે, આ બાબા બ્રેકઅપ સોલ્યુશન નામની એક યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે. જેના પર તાંત્રિક વિધિના વીડિયો પોસ્ટ કરીને લોકોને ભરમાવે છે. લોકોને તેમની સમસ્યા અને અસલ તાંત્રિક વિધિ કરી આપવાના પ્રચાર કરે છે. જેમાં જુહાપુરાની મહિલા પણ ભરમાઇ ગઇ હતી  



 

(9:45 PM IST)