<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ફટાકડા સ્ટોરમાં ફાયર સેફ્ટીની મંજૂરી હવે ફાયર ઓફિસર જ આપશે

ફટાકડા વેચાણનું લાઇસન્સ અંગે અસમંજસ પર સ્પષ્ટતા: ફાયર વિભાગનાં અભિપ્રાય બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર લાઇસન્સ આપશે

અમદાવાદ: ફટાકડા વેચાણનું લાઇસન્સ અંગે અસમંજસ પર સ્પષ્ટતા કરવામાં આવી છે. ફટાકડા સ્ટોરમાં ફાયર સેફ્ટીની મંજૂરી હવે ફાયર ઓફિસર જ આપશે. ફાયર વિભાગનાં અભિપ્રાય બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર  લાઇસન્સ આપશે. સરકારે નવો પરિપત્ર કરી ફાયર વિભાગને લેખિતમાં અભિપ્રાય આપવા જણાવ્યું છે.  અગાઉ ગૃહ વિભાગનાં પરિપત્રથી પોલીસને કામગીરી સોંપાતાં અસમંજસ સર્જાયુ હતું. જો કે હવે ફાયર વિભાગ દ્વારા લેખિતમાં અભિપ્રાય આપ્યા બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દુકાન કે સ્ટોલ ધરાવનારા લોકોને લાઇસન્સ આપવામાં આવશે. 

 


 

(9:47 PM IST)