<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

અમદાવાદ આરટીઓમાં ફરજ બજાવતી મહિલા જુનિયર ક્લાર્ક ક્યુ આર કોડથી રૂપિયા 800ની લાંચ લેતા ઝડપાઇ

જુનિયર ક્લાર્ક સ્વાતિ રાઠોડે અરજીને વેરીફાઇ અને એપ્રુવલ આપવાનું કહીને વધારાના 800 રૂપિયાની માંગણી કરી હતી

અમદાવાદ આરટીઓમાં ફરજ બજાવતી મહિલા જુનિયર ક્લાર્કને ક્યુ આર કોડથી રૂપિયા 800ની લાંચ લેતા ઝડપી લેવામાં આવી હતી.અમદાવાદમાં  રહેતા એક વ્યક્તિ મોટર ડ્રાઇવીંગ ચલાવે છે. તેમના બે ક્લાઇન્ટને આરસી બુકની ડુપ્લીકેટ બુક જોઇતી હોવાથી તેમણે ઓનલાઇન ચલણથી 700 રૂપિયા આરટીઓમાં જમા કરાવ્યા હતા. તેમ છતાંય, અમદાવાદ આરટીઓમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સ્વાતિ રાઠોડે  અરજીને વેરીફાઇ અને એપ્રુવલ આપવાનું કહીને વધારાના 800 રૂપિયાની માંગણી કરી હતી. જે નાણાં ચુકવવા માટે પેમેન્ટ એપનું  સ્કેનર મોકલ્યુ હતું. જેના નાણાં ડ્રાઇવીંગ સ્કૂલના સંચાલકે સ્વીકારી લીધા હતા. 

   જે અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં એસીબીના અધિકારીઓએ પેમેન્ટ અને વોટ્સએપ ચેટના આધારે જુનિયર ક્લાર્ક સ્વાતિ રાઠોડને ઝડપીને તેના વિરૂદ્દ કાર્યવાહી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે એસીબીએ ક્યુ આર કોડથી લાંચ માંગવા અંગે લાંબા સમય બાદ ફરિયાદ નોંધી છે. .



 

(11:32 PM IST)