News of Monday, 13th October 2025
દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ જેવા તહેવારોમાં કમોસમી વરસાદ ખાબકે તેવી શકયતા
તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર જોવાશે : સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ ખાબકશે: અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં વરસાદી માહોલ રહેશે.

અમદાવાદ : આગામી દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ જેવા તહેવારોમાં કમોસમી વરસાદ ખાબકે તેવી શકયતા સેવાઈ રહી છે. દિવાળીના તહેવારોમાં વરસાદ રંગમાં પાડશે ભંગ! હજી ગત અઠવાડિયા સુધી વરસાદ ગુજરાતમાં વરસીને સત્તાવાર રીતે વિદાય લઈ ચુક્યો છે. ત્યારે હવે ફરીથી માવઠાના સ્વરૂપે વરસીને લોકોનાં તહેવારની મજા બગાડવા આવી રહ્યો છે. નવરાત્રી પૂર્ણ થયા છતાં આ વર્ષે વરસાદ ખાબક્યો છે. જો કે, હવે માવઠું થશે તો ખેડૂતોને ખૂબ નુકસાન થશે તેમાં નવાઈ નહીં. હવામાન વિભાગે પત્રકાર પરિષદ દ્વારા દિવાળીના તહેવારોમાં કમોસમી વરસાદથી તહેવાર ટાણે રંગમાં ભંગ પાડે તેવી શકયતા વ્યક્ત કરી છે.
દિવાળીના તહેવારમાં દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં માવઠું થશે. જેમાં તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ ખાબકશે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ વરસાદી માહોલ રહેશે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
