<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાત રાજ્યના યુવાનોને વૈશ્વિક કક્ષાની રોજગારલક્ષી તાલીમ આપવા માટે સરકાર સંકલ્પબદ્ધ : કોલેજના આખરી વર્ષ સાથે જ શોર્ટ-ટર્મ સ્કીલબેઝ કોર્ષથી યુવાનો માટે ખૂલશે પ્રગતિના દ્વાર : ૩,૩૭૨ ચોરસ મીટર વિસ્તારમાં ૧૩ થીયરી રૂમ, અદ્યતન સાધનોથી સજ્જ પ્રાયોગિક વર્કશોપ્સ અન્ય વહીવટી રૂમો સાથે આઈટીઆઇ બની સુવિધા સભર : કુંવરજીભાઈ બાવળિયા : યુવાધન વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ કૌશલ્ય મેળવી દેશ-વિદેશમાં રોજગારી મેળવે તે માટે સરકાર કટિબદ્ધ: રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિય : રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રીના હસ્તે દહેગામમાં ₹૯ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત અદ્યતન ITI ભવનનું લોકાર્પણ : સોલાર, EV, AI અને રોબોટિક્સ જેવા ફ્યુચરિસ્ટિક ટ્રેડ્સનો સમાવેશ કરવા પર ભાર મૂકતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 1:09 PM IST

ગિરનાર ઉપર વન્‍યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્‍ટ બનાવાશેઃ અર્જુનભાઇ મોઢવાડિયા : યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના ૨૫ ટ્રેકર કાયમી વોચ રાખશેઃ ગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્‍સ ઝોન' જાહેર કરવામાં આવશે. વન્‍યજીવોને ખલેલ ન પહોંચે અને માનવ-વન્‍યજીવ સંઘર્ષની શકયતા ઘટે તેવા પ્રયત્‍નો હાથ ધરાશે : વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનાં માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગિરનાર અભ્‍યારણ્‍ય વિસ્‍તારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર કર્યાઃ જૂનાગઢ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી એક સર્વગ્રાહી સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરાશે11:01 AM IST