News of Tuesday, 14th October 2025
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ૧૪ ટુ વ્હીલર સાથે ધમાં અને જીગાને અંતે ઝડપી લીધા
લોન લઇ પોતાના સંતાનોને બાઇક અપાવેલ તે ગુમ થાય તો માતા પિતાની હાલત શું થાય? સીપી નરસિંહમાં કોમારના મગજમાં સતત ઘુમરાતા સવાલે બાઇક થીફ ગેંગ સામે અભિયાન શરૂ થયું જોઇન્ટ સીપી લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્ચાર્જ એસપી ડી. જે ચાવડાના માર્ગદર્શનમાં પીઆઇ આર. જે.જાડેજા, એચ ડી તુવરના નેતળત્વમાં psi વાય.ડી.ગામીત સ્ટાફને મોટી સફળતા

રાજકોટ, તા.,૧૪ : વડોદરા શહેરમાંથી છેલ્લા ૮ માસ દરમિયાન કુલ ૧૪ જેટલા ટુ વ્હીલર ઉપડી જવાના બનાવો બનતા હતા, આ વાત આમ તો ભારે ગુન્હાના પ્રમાણમાં સામાન્ય ગણાઈ, પરંતુ ઘણા કિસ્સામાં ટુ વ્હીલર ચાલક સામાન્ય ઘરના હોય અને વડીલોએ લોન ઉપાડી વાહન ખરીદ કરી આપેલ હોય , આવા પરિવારની શું દશા થાય? આવો સવાલ સ્વચ્છ છબી અને માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશ્રર નરસિંહમાં કોમારના મનમાં સતત અથડાતો હોવાથી તેમણે ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ વિગેરે સાથે ચર્ચા કરી આ ગેંગને પકડી પાડવાની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચને ડીસીપી હિમાંશુ વર્મા,ઇન્ચાર્જ એસીપી ડી. જે.ચાવડાના માર્ગદર્શનમાં સુપ્રત કરવા નિર્ણય થયો.
આ જવાબદારી આ પ્રકારના અનેક આવા બનાવોમાં આરોપીઓ સુધી પહોંચેલ, પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. જાડેજા અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી તુવરના નેતળત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય ડી ગામીત ટીમને સોંપવામાં આવી અને ટીમ દ્વારા પેટ્રોલિંગ, સીસીટીવી, અને ટેકનીકલ સર્વેલેન્સ સાથે ચોક્કસ જગ્યા લોકેટ કરી ત્યાના સીસીટીવીનુ નિરીક્ષણ કરતા કેટલાક શકમંદ ચહેરા ઉપસ્યા.
દરમિયાન બે શખ્સો પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા તેમને વાહન સાથે રોકી તેમના નામ અને પોકેટ કોપ આધારે તપાસ કરતાં વાહન ચોરીના હોવાનું ખુલતા જ ધમા અને જીગાને ઝડપી લેવામાં આવેલ, અને આકરી પૂછપરછમાં ૧૪ ટુ વ્હીલરનો પત્તો લગાડેલ, માત્ર ૫ હજાર અને ૧૦ હજાર જેવી રકમમાં વાહનો વેચી નાખ્યાનું જણાવેલ , ક્રાઇમ બ્રાન્ચે ૧૪ ટુ વ્હીલર કબજે કરેલ. (૪.૫)
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
