News of Tuesday, 14th October 2025
બંગાળના સાગર અને અરબીસમુદ્રમાં હવામાનની મોટી હલચલ જોવા મળશે, જે શિયાળાની પેટર્ન નકકી કરશે
ડિસેમ્બરના શરૂઆતના દિવસોથી કડકડતી ઠંડી પડશે, રર ડિસેમ્બરે સિઝનનો સૌથી ઠંડો દિવસ લા નીનાની અસરથી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે, રેકોર્ડ તૂટશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદઃ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને સાંજ પછી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવાનામ નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે બંગાળના સાગર અને અરબી સમુદ્રમાં હવામાનની મોટી હલચલ જોવા મળી શકે છે, જે શિયાળાની પેટર્ન નક્કી કરશે. આ વર્ષે ‘લા નીના'ની અસરના કારણે હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે અને ઠંડીનો રેકોર્ડ તૂટી શકે છે.
હાલમાં દરિયાનું ઊંચું તાપમાન ચિંતાનો વિષય છે. જોકે ઘણા જાણીતા-અજાણ્યા પરિબળો આખરી નિર્ણય લેશે, તેમ છતાં સવારના ભાગમાં ઠંડીનું ઙ્કમાણ ધીમે ધીમે વધશે અને ન્યૂનતમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શકયતા છે. જોકે, ૧૭થી ૧૮ ઓક્ટોબર દરમિયાન મહત્તમ તાપમાન ફરી વધી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં દરિયામાં હલચલ વધશે. ૧૮ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે, જે ચક્રવાત કે ડીપ ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થવાની શકયતા છે.
સૌથી મોટી હલચલ બંગાળના સાગરમાં જોવા મળશે. તારીખ ૨૬ ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં અહીં એક પ્રબળ અને પ્રચંડ વાવાઝોડું બનવાની સંભાવના છે. ૨૩ ઓક્ટોબર બાદ આ વાવાઝોડું સક્રિય થશે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. જોકે, આવા ચક્રવાતની હાજરીને કારણે ઠંડીની શરૂઆત થોડી ધીમી પણ પડી શકે છે. આ ઉપરાંત, ૭ નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શકયતા છે, જેની અસર પણ રાજ્યના હવામાન પર થશે.
ગુજરાતમાં શિયાળાની સત્તાવાર શરૂઆત ૨૩ ઓક્ટોબરથી થતી હોય તેવું જણાશે. ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડા પવનો ફૂંકાવાની શકયતા છે અને નવા વર્ષની શરૂઆતમાં પણ ઠંડીનું ઙ્કમાણ વધતું રહેશે.
જોકે, હાડ કંપાવતી ઠંડીનો અનુભવ ડિસેમ્બરના અંતમાં થશે. ૨૨ ડિસેમ્બર બાદની રાત્રીની સીઝનની સૌથી ઠંડી બની રહેશે. આ સમયગાળા દરમિયાન ન્યૂનતમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શકયતા છે, જે રાજ્યના લોકોને ધ્રુજાવશે. ઉત્તરાયણ બાદ પણ ઠંડી ચાલુ રહેશે, જેમાં ૧૧ જાન્યુઆરી બાદ ઠંડી વધુ પડશે અને ૧૪ જાન્યુઆરી બાદ ઠંડા પવનોનો જોરદાર અનુભવ થશે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
