News of Tuesday, 14th October 2025
ગુજરાતમાં ચીફ સેક્રેટરીનું એકસટેન્શન બન્યું ચર્ચાનો વિષય
મંત્રી મંડળ વિસ્તરણ વચ્ચે સચિવાલયમાં ગણગણાટ જો પંકજ જોષીનો કાર્યકાળ ન વધારાય તો કોણ-કોણ છે રેસમાં ?

ગાંધીનગર, તા. ૧૪: ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી પંકજ જોષી ઓક્ટોબરના અંતે વયનિવળત્ત થઇ રહ્યાં હોવાથી નવા ચીફ સેક્રેટરી કોણ બનશે તેની ચર્ચા તો સચિવાલયમાં સપાટી પર આવી છે પરંતુ તેની સાથોસાથ નિવળત્તિના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ હવે તેમના એક્સટેન્શનની અટકળો પણ વહેતી થઇ રહી છે. આંતરિક વર્તુળો કહી રહ્યાં છે કે આવતા વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી હોવાથી પંકજ જોષીને છ મહિનાનું એક્સટેન્શન મળી શકે છે. બીજી તરફ એવી દલીલ થાય છે કે સ્થાનિક ચૂંટણી પછી બજેટ સત્ર પણ આવી રહ્યું છે ત્યારે ગુજરાતને નવા ચીફ સેક્રેટરી મળશે.
જો કે એક્સટેન્શન આપવું કે નહીં તેનો નિર્ણય હાઇકમાન્ડ પર છોડાયેલો છે. ભૂતકાળમાં પણ જેએન સિંઘ, પંકજકુમાર, અનિલ મુકિમને એક્સટેન્શન આપેલાં છે તેથી આ વખતે જો પંકજ જોષીને એક્સટેન્શન મળે તો નવાઇ પામવા જેવું નથી. અલબત્ત, ચીફ સેક્રેટરીની રેસમાં સિનિયોરિટી જોતાં ૧૯૮૯ની બેચના આઇએએસ કે. શ્રીનિવાસનું નામ પહેલું આવે છે પરંતુ તેઓ હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે. બીજાક્રમે આ જ બેચના સુનયના તોમર નવેમ્બરમાં નિવળત્ત થઇ રહ્યાં છે. તેમના પછી ૧૯૯૦ની બેચના અને મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજકુમાર દાસનું નામ આગળ છે.(૬.૧૮)
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
